Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી રેલવે સ્‍ટેશન ઉપર વર્તમાન ફૂટ બ્રિજ તોડીને 12 મીટર પહોળો નવો ફૂટ બ્રિજ બનશે

12 લોકોની કેપેસીટી વાળી નવી લિફટ તથા વધુ ઍસ્કેલેટર ચઢવા ઉતરવા માટે બનશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી,તા.01: વાપી રેલવે સ્‍ટેશન ઉપર વર્તમાન ફૂટ બ્રિજ તોડીને 12 મીટર પહોળો નવો ફૂટ બ્રિજ બનાવવાનો નિર્ણય લેવાયો છે. ઉલ્લેકનીય છે કે, રેલવે દ્વારા અમૃત ભારત અંતર્ગત કેટલાક રેલવે સ્‍ટેશનને રિડેવલોપમેન્‍ટની યોજના મંજુર થઈ છે. તેમાં વાપી રેલવે સ્‍ટેશનનો પણ સમાવેશ કરાયો છે.
વાપી રેલવે સ્‍ટેશનનું આધુનિકરણ કરવાના ચક્રો ગતિમાન થઈ ગયા છે. હાલ સેવાઓ અપ્રાપ્ત સાબિત થઈ રહી છે તેથી ફૂટ ઓવરબ્રિજ તથા 12 લોકોની કેપેસીટી ધરાવતી નવી લીફટ તથા ચઢવા ઉતરવા માટેના વધુ ઍસ્કેલેટર કાર્યરત કરવામાં આવનાર છે. હાલનો ફૂટ ઓવરબ્રિજ માત્ર 5 મિટર પહોળો છે તેને તોડી પાડવામાં આવશે અને 12 મીટર પહોળો નવો ફૂટ ઓવરબ્રિજ બનાવામાં આવશે. આ બ્રિજ ફૂટ પ્‍લાજા તરફ એક છેડો હશે જ્‍યારે બીજો છેડો સ્‍ટેશનની બહાર હશે તેથી પ્‍લેટફોર્મ પર ભીડ રહેશે નહીં. ફૂટ બ્રિજની સાથે સાથે વધુ સારી કેપેસીટી વાળી લીફટ અને અપડાઉન ધરાવતા ઍસ્કેલેટર પણ આગામી સમયે કાર્યરત થશે તેવુ રેલવે વિભાગથી જાણવા મળ્‍યું છે. સુરત પછી વાપી પヘમિ રેલવેમાં સૌથી વધુ આવક આપતું સ્‍ટેશન છે તેથી સંપૂર્ણ સુવિધાઓ માટે પણ હકદાર છે.

Related posts

વલસાડમાં નિઃશુલ્‍ક લિંબ-કેલીપર્સ અને ફ્રી કાર્ડીયાર્ક કેમ્‍પ

vartmanpravah

મિશન શક્‍તિ, સમાજ કલ્‍યાણ વિભાગ, દમણ દ્વારા કલેકટરશ્રીની આગેવાની હેઠળ ‘રાષ્‍ટ્રીય બાલિકા દિવસ’નો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાનહમાં ‘મેરી માટી, મેરા દેશ’ના ઉપક્રમે વાજતે ગાજતે નિકળેલી કળશયાત્રા

vartmanpravah

વાપી કરવડમાં નવનિર્માણ થતી પ્‍લાસ્‍ટીક કંપનીમાં આગ લાગી : લાખોના મશીન-સરસામાન ખાખ

vartmanpravah

દાનહમાં અનંત ચૌદશના દિને ધામધૂમથી અને ભીની આંખે બાપ્‍પાને આપવામાં આવી વિદાય

vartmanpravah

વાપી પાલિકા ચૂંટણીમાં વોર્ડ નં.7માં આમ આદમી પાર્ટીની જાહેર સભા યોજાઈ

vartmanpravah

Leave a Comment