April 27, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડવાપી

ધરમપુર તાલુકાની ગડી આશ્રમશાળાનું પી.પી.પી. ધોરણે નવીનિકરણ કરાશે

જિલ્લા પંચાયત અને ગુજરાત થેમીસ બાયોસીન લી. વચ્‍ચે એક કરોડ રૂપિયાના એમ.ઓ.યુ. કરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.04:વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના અતિપછાત અને અદિવાસી વિસ્‍તારમાં આવેલી ગડી આશ્રમશાળાના નવીનિકરણ માટે જિલ્લા પંચાયત પ્રમુખ અલ્‍કાબેન શાહની ઉપસ્‍થિતિમાં જિલ્લા વિકાસ અધિકારી મનિષ ગુરવાની અને ગુજરાત થેમીસ બાયોસીન લી. (જી.ટી.બી.એલ.) વચ્‍ચે એક કરોડ રૂપિયાના એમ.ઓ.યુ. કરવામાં આવ્‍યા છે. જેમાં જિલ્લા પંચાયત વલસાડ તરફથી જિલ્લા ગ્રાન્‍ટમાંથી પચાસ લાખ તેમજ ગુજરાત થેમીસ બાયોસીન લી. કંપની દ્વારા પચાસ લાખ એમ કુલ એક કરોડ રૂપિયાના ખર્ચે 8 ક્‍લાસ રૂમ, ર હોસ્‍ટેલ તથા 3 સ્‍ટાફ કવાટર્સ તથા મેસ બનાવવા માટે પીપીપી ધોરણે આયોજન અંગે એમ.ઓ.યુ. કરવામાં આવ્‍યા છે. જેનાથી ભવિષ્‍યમાં આદિવાસી વિસ્‍તારના બાળકોને આધુનિક સુવિધાયુકત શિક્ષણ અંગે સવલત ભી થશે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ કપરાડા તાલુકાની ગીરનારા આશ્રમશાળાના નવીનીકરણ માટે જિલ્લા પંચાયત તથા પીડીલાઇટ ઇન્‍ડસ્‍ટ્રીઝ લી. દ્વારા રૂા.એક કરોડના એમ.ઓ.યુ.કરવામાં આવ્‍યા હતા. જેની વહીવટી મંજૂરી આપવામાં આવી છે. ધરમપુર તાલુકાના આદિવાસી વિસ્‍તારમાં આવેલી જિલ્લા પંચાયત સંચાલિત ગડી આશ્રમશાળા ખૂબ જર્જરીત હાલતમાં છે. જેમાં હાલમાં કુલ-128 બાળકો અભ્‍યાસ કરે છે. જેથી આદિવાસી વિદ્યાર્થીઓના હિતને ધ્‍યાને લઇ, આધુનિક સુવિધાયુકત કેમ્‍પસ બનાવવા અંગેની પરિકલ્‍પના જિલ્લા પંચાયત વલસાડ દ્વારા કરવામાં આવી છે. ભવિષ્‍યમાં પણ જિલ્લા પંચાયત આ પ્રકારના શૈક્ષણિક કાર્યો કરવા કટીબદ્ધ હોવાનું નાયબ જિલ્લા વિકાસ અધિકારી, વલસાડ દ્વારા જણાવાયું છે.

Related posts

સાવધાન !! થર્ટી ફસ્‍ટમાં મદીરા પાન કે દારૂ સાથે પકડાશો તો વલસાડ જિલ્લા પોલીસ સ્‍વાગત માટે રેડી

vartmanpravah

વલસાડમાં ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ બાબતે ડાક અદાલત યોજાશે

vartmanpravah

પાલીધૂંયા વન વિભાગની જમીનમાં ચાલેલું માટી ચોરીનું રેકેટ

vartmanpravah

દાનહઃ પ્રયોશા પ્રતિષ્ઠાન દ્વારા ધોરણ-10 બાદ પછી શું? સંદર્ભે માર્ગદર્શન સેમિનાર યોજાશે

vartmanpravah

રખોલીમાં ભંગારનો ધંધો કરનાર મેનાદીન સલીમ શેખની હત્‍યા કરી લાશને અવાવરૂ જગ્‍યામાં ફેંકી દીધીઃ પોલીસ દ્વારા આરોપીઓની શરૂ કરેલી શોધખોળ

vartmanpravah

ચાર દિવસ માટે પારડી રેલવે ફાટક બંધ રહેશે : રેલવે તંત્રએ જાહેરાત વિના અચાનક ફાટક બંધ કરતાં લોકો હાડમારીમાં મુકાયા

vartmanpravah

Leave a Comment