October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણ

સંઘપ્રદેશના નંદઘર અને સરકારી શાળાઓની બદલાયેલી સ્‍થિતિઃ પ્રદેશના મોભાદાર-ખમતીધર ઘરના બાળકો પણ હવે સરકારી શાળાઓમાં લઈ રહ્યા છે એડમિશન

સંઘપ્રદેશના શિક્ષણ અને આરોગ્‍ય સચિવ ટી. અરૂણની દિકરી દમણવાડાના નંદઘરમાં સામાન્‍ય ઘરના બાળકો સાથે ભળીને અભ્‍યાસ અને આનંદ-કિલ્લોલ કરે છે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.14: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવની સરકારી શાળાઓ તથા આંગણવાડી(નંદઘર)માં ખમતીધર ઘરના બાળકોને મોકલવામાં નહીં આવતા હતા, પરંતુ છેલ્લા 7-8 વર્ષથી પ્રદેશમાં થયેલી શૈક્ષણિક ક્રાંતિના કારણે હવે સમાજના મોભેદારો ઉપરાંત પ્રદેશના આઈ.એ.એસ. સ્‍તરના અધિકારીઓ પણ પોતાના બાળકોનેનંદઘરમાં મોકલી રહ્યા છે.
મોટી દમણના દમણવાડા ખાતે આવેલ નંદઘરમાં સંઘપ્રદેશ પ્રશાસનના શિક્ષણ અને આરોગ્‍ય સચિવ શ્રી ટી. અરૂણની દિકરી પણ ગામના સામાન્‍ય બાળકો સાથે ભળીને અભ્‍યાસ અને આનંદ-કિલ્લોલ કરે છે. આંગણવાડીમાંથી રૂપાંતરિત થયેલ નંદઘરની સુવિધા, પૌષ્‍ટિક નાસ્‍તો અને સમતોલ ભોજનની સાથે બાળકોને ખુબ જ આનંદ અને ઉત્‍સાહની સાથે કેળવવામાં આવે છે.

Related posts

આર.કે. દેસાઈ કોલેજ ઓફ એજ્‍યુકેશન, વાપી દ્વારા આંતર કોલેજ વ્‍યાખ્‍યાન માળા અંતર્ગત વ્‍યાખ્‍યાન યોજાયું

vartmanpravah

સંઘપ્રદેશ દમણ અને દાનહમાં વિવિધ સ્‍થળોએ સ્‍થાપિત દોઢ દિવસના ગણપતિની પ્રતિમાઓનું કરાયેલું વિસર્જન

vartmanpravah

લોકસભામાં કોંગ્રેસના નેતા દ્વારા રાષ્ટ્રપતિ રાષ્‍ટ્રપતિ વિરુદ્ધ અશોભનીય ભાષાનો ઉપયોગ કરાતા ચીખલીમાં ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરી પૂતળા દહન કરાયું

vartmanpravah

વલસાડ જિલ્લાના પેન્‍શનરો જોગ

vartmanpravah

સેલવાસની પ્રમુખ દર્શન સોસાયટી દ્વારા સાયલી ગ્રાઉન્‍ડ ખાતે ક્રિકેટ મેચ યોજાઈ

vartmanpravah

રેન્‍જ સુપા દ્વારા નવસારી તાલુકા કક્ષાના 75મા વનમહોત્‍સવની ઉજવણી કરાઈ

vartmanpravah

Leave a Comment