December 1, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહઃ અથાલના આદિવાસી પરિવારની જમીન પચાવી પાડવા સંદર્ભે ‘ભારત આદિવાસી પાટી’ દ્વારા એસ.પી.ને કરાયેલી રજૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.14: દાદરા નગર હવેલીના અથાલ બારીપાડામાં આદિવાસી પરિવારની જમીન છીનવી લઈ જબરદસ્‍તી ઘર તોડી પાડવા અને જમીનમાંથી બેદખલ કરવાના સંદર્ર્ભેમાં ‘ભારતીય આદિવાસી પાર્ટી’ના પ્રદેશ અધ્‍યક્ષ શ્રી દિપકભાઈ કુરાડા દ્વારા યોગ્‍ય તપાસ કરી પીડિત આદિવાસી પરિવારને ન્‍યાય અપાવવા દાનહના એસ.પી.ને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
‘ભારત આદિવાસી પાર્ટી’ના પ્રદેશ અધ્‍યક્ષ શ્રી દિપકભાઈકુરાડાએ એસ.પી.શ્રીને કરેલી ફરિયાદમાં જણાવ્‍યા પ્રમાણે 13 જૂનના રોજ અથાલ બારીપાડાની મૂળનિવાસી ગરીબ આદિવાસી બાઈ શ્રીમતી વનસીબેન કિનરીની જમીન ગેરઆદિવાસી વ્‍યક્‍તિ દ્વારા ગેરકાનૂની રીતે જબરદસ્‍તીથી છીનવી લઈ પરિવારનું ઘર પણ તોડી પાડેલ છે. વરસાદના સમયે જમીન છીનવી લઈ ઘરવિહોણા કરવાની જે ઘટના સામે આવી છે જેના સંદર્ભે આપ સાહેબશ્રી દ્વારા નિષ્‍પક્ષ, તટસ્‍થ અને યોગ્‍ય કાયદાકીય કાર્યવાહી કરી એટ્રોસીટી એક્‍ટ-1989 અને અન્‍ય કાયદાઓ મુજબ ગરીબ આદિવાસીઓને રક્ષણ આપવામાં આવે એ અમારી માંગ કરી છે.

Related posts

વાપી ટાઉનમાં પરિવારને જાણ કર્યા વગર 23 વર્ષિય યુવતી ઘરેથી ગુમ થઈ

vartmanpravah

સરીગામ જીઆઈડીસી ખાતે ૮મી જૂને ઔદ્યોગિક દુર્ઘટનાની મોકડ્રીલ યોજાશે

vartmanpravah

સંસદ ભવન દિલ્‍હી પરિસર સ્‍થિત બિરસા મુંડાની પ્રતિમાને વલસાડ સાંસદે પુષ્‍પાંજલિ અર્પણ કરી

vartmanpravah

જિલ્લાના ધરમપુર વિસ્‍તારમાં કમોસમી વરસાદ પડયો : ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્‍યું

vartmanpravah

લાંબા સમય બાદ દાનહમાં પણ ફરી માથું ઊંચકી રહેલો કોરોનાઃ 01 પોઝીટીવ : પ્રશાસન સતર્ક

vartmanpravah

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે વલસાડ જિલ્લાની પાંચ વિધાનસભા મત વિસ્તારના ૪૯૩૨ આવાસોનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરશે

vartmanpravah

Leave a Comment