શ્રીમંથ બાલે ગોલ્ડ, પ્રિતેશ પટેલે ગોલ્ડ, મિહિર દીવાકરે ગોલ્ડ જ્યારે પૂજા રાણેએ સિલ્વર મેડલ જીતી ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત કરી સમગ્ર સંઘપ્રદેશનું વધારેલું ગૌરવ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચંદીગઢ, તા.03 : સેરેબ્રલ પાલ્સી સ્પોર્ટ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા અંતર્ગત દિવ્યાંગ સ્પોર્ટ્સ એન્ડ વેલફેર ઑફ દાદરા નગર હવેલી એન્ડ દમણ એન્ડ દીવ એસોસિએશન દ્વારા ચંદીગઢ ખાતે સંઘપ્રદેશના સેરેબ્રલ પાલ્સી (દિવ્યાંગ) રમતવીરો માટે તારીખ 28 થી 31 માર્ચ, 2024 દરમિયાન નેશનલ સી.પી. ટાઈક્વોન્ડો ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચેમ્પિયનશીપમાં કેન્દ્ર શાસિત પ્રદેશોના રમતવીરો ઉપરાંત સમગ્ર ભારતમાંથી 14 રાજ્યોએ પણ ભાગ લીધો હતો.
કેન્દ્ર શાસિત પ્રદેશ દાનહ અને દમણ-દીવના દિવ્યાંગ રમતવીરોએ સૌપ્રથમ વખત ભાગ લીધો હતો. દાદરા નગર હવેલી અને દમણ-દીવના 4 રમતવીરો અને 2 કોચે ભાગ લીધો હતો અને શાનદાર પ્રદર્શન કર્યું હતું. જેમાં શ્રીમંથ બાલે ગોલ્ડ, પ્રિતેશ પટેલે ગોલ્ડ, મિહિરદીવાકરે ગોલ્ડ તથા પૂજા રાણેએ સિલ્વર મેડલ મેળવી ઐતિહાસિક સિદ્ધિ મેળવી હતી અને સમગ્ર સંઘપ્રદેશનું ગૌરવ વધાર્યું હતું.
આ ચેમ્પિયનશીપમાં સંસ્થાના ડાયરેક્ટર અને સેક્રેટરી નેહાબેન ચૌહાણ તથા પ્રેસિડેન્ટની તાલીમ અને માર્ગદર્શન હેઠળ દિવ્યાંગ રમત રમતવીરોએ ભાગ લઈ સંઘપ્રદેશનું નામ રોશન કર્યું હતું. જેમાં સંસ્થાના સભ્ય શ્રી કિર્તીભાઈ ભાનુશાલીનો પણ સહયોગ સહયોગ રહ્યો હતો.