Vartman Pravah
દમણ

પેનાસોનિક કંપની તરફથી અક્ષયપાત્ર ફાઉન્‍ડેશન દ્વારા ભીમપોર આશ્રમશાળા તથા વરકુંડ સ્‍કૂલમાં અભ્‍યાસ કરતાં સરકારી શાળાના વિદ્યાર્થીઓને હેપ્‍પીનેસ કીટનું વિતરણ કર્યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.15
પેનાસોનિક કંપની તરફથી અક્ષયપાત્ર ફાઉન્‍ડેશન દ્વારા ભીમપોર આશ્રમશાળા તથા વરકુંડ સ્‍કૂલમાં અભ્‍યાસ કરતાં સરકારી શાળાના વિદ્યાર્થીઓને હેપ્‍પીનેસ કીટનું વિતરણ કરવામાં આવ્‍યું હતું.
દમણ ‘પેનાસોનિક કંપની’ હંમેશાથી સામાજિક વિકાસને સર્વોચ્‍ચ પ્રાથમિકતા આપતી આવી છે અને જરૂરિયાતમંદબાળકોના જીવનમાં સકારાત્‍મક પરિવર્તન લાવવાના ઉદ્દેશ્‍ય સાથે પોતાની સામાજિક જવાબદારીઓ નિભાવવા માટે કામ કર્યું છે.
આ વિચારધારાને લક્ષ્યમાં રાખતાં દમણ સ્‍થિત ભીમપોર આશ્રમશાળા તથા વરકુંડ સ્‍કૂલમાં અભ્‍યાસ કરતાં સરકારી શાળાના વિદ્યાર્થીઓને હેપ્‍પીનેસ કીટનું વિતરણ કરવામાં આવ્‍યું હતું.
દમણ સ્‍થિત સરકારી શાળાઓમાં અભ્‍યાસ કરતાં ધોરણ 1થી8ના 6,000 વિદ્યાર્થીઓને આ કીટનું વિતરણ કરાયું છે, જેમાં સિંગલ પેરેન્‍ટ અને અનાથ વિદ્યાર્થીઓ પણ સામેલ છે.પેનાસોનિક કંપનીની તરફથી અક્ષયપાત્ર ફાઉન્‍ડેશન દ્વારા આ કીટનું વિતરણ કરાયું છે. કંપનીના જીએમ-એચઆર શ્રી નરેન્‍દ્રભાઈ રાવલના માર્ગદર્શન હેઠળ આ કીટનું આગળ વિતરણ થયું છે. કીટમાં પ્રોટીન, વિટામીન અને ખનિજયુક્‍ત રેશનની સાથે-સાથે શૈક્ષણિક સામગ્રી જેમકે નોટબુક, પેન્‍સિલ/પેન અને સ્‍વચ્‍છતા સંબંધિત સામગ્રી જેમકે ટુથપેસ્‍ટ, ટુથબ્રશ, સાબુ વગેરે સામેલ છે, જે હાલની કોવિડની સ્‍થિતિમાં ઇમ્‍યુનિટિ વધારવા માટે આવશ્‍યક છે.
આ કીટ વિતરણનું ઉદ્ધાટન કંપનીના ડબલ્‍યુડી ડિવિઝનના પ્‍લાન્‍ટ હેડ શ્રી દેબાંશુ પુરકાયસ્‍ત તથા વાયર ડિવિઝનના પ્‍લાન્‍ટ હેડ શ્રી અજય ઇંગલે દ્વારા કરાયું હતું. તેમણે ઉપસ્‍થિત માતા-પિતા તથા સ્‍કૂલ અને અક્ષ્યપાત્રના ઉપસ્‍થિત કર્મચારીઓને પેનાસોનિક હંમેશાપોતાની સામાજિક જવાબદારીઓ નિભાવવા તત્‍પર રહેતી હોવાની જાણકારી આપી હતી. તેમણે આશા વ્‍યક્‍ત કરી હતી કે આ નાનું પગલું બાળકો અને તેમના પરિવારો માટે સ્‍વાસ્‍થ્‍ય અને ખુશી લઇને આવશે.
આ હેપ્‍પીનેસ કીટના વિતરણ સમયે કંપનીના એચઆર અધિકારી શ્રી તેજશ્રી માલવિયા અને શ્રી શિવાંગભાઈ પાઠક પણ ઉપસ્‍થિત રહ્યાં હતાં.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની પહેલથી દીવની જનતાને નવા વર્ષમાં મળેલી નૂતન ભેટ: દીવના ગાંધીપરા ખાતેની સરકારી જગ્‍યામાં પોસ્‍ટ ઓફિસનો થયેલો આરંભ

vartmanpravah

આ ચૂંટણી દેશ કોને સોંપવો તે નક્કી કરવાની ચૂંટણી છેઃ પ્રદેશ ભાજપ સહ પ્રભારી દુષ્યંતભાઈ પટેલ

vartmanpravah

ખાનવેલ પોલીસે ચોરીના ત્રણ આરોપીની કરેલી ધરપકડ

vartmanpravah

દમણમાં આજે સ્‍વચ્‍છતા સંકલ્‍પ કાર્યક્રમ : પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સ્‍વચ્‍છતા પ્રહરી એપ લોન્‍ચ કરશે

vartmanpravah

દમણ જિલ્લા અને સેશન્‍સ કોર્ટનો ચુકાદો : સગીરા પર બળાત્‍કારના ગુનેગારને આજીવન કેદ

vartmanpravah

દાનહના અથાલ ખાતેની પેસિફિક સાઇબર ટેક્‍નોલોજી પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કામદારોએ હડતાળ પર ઉતરી કરેલો ચક્કાજામ

vartmanpravah

Leave a Comment