ડો. બાબાસાહેબ આંબેડકરે એસ.સી., એસ.ટી., મહિલા, કામદારો સહિત સમગ્ર માનવજાતના ઉત્થાન માટે કરેલા કામોને સરપંચ મુકેશ ગોસાવીએ યાદ કર્યા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.06 : દમણવાડા ગ્રુપ ગ્રામ પંચાયતના પટાંગણમાં આજે ભારતના બંધારણના નિર્માતા યુગપુરૂષ ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરના 69મા મહાપરિનિર્વાણ દિન નિમિત્તે પુષ્પાંજલિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ ડો. બાબાસાહેબ આંબેડકરે એસ.સી., એસ.ટી., મહિલા, કામદારો સહિત સમગ્ર માનવજાતના સર્વાંગી ઉત્થાન માટે કરેલા કામોને યાદ કર્યા હતા અને ડો. બાબાસાહેબ આંબેડકરે બતાવેલા રસ્તા ઉપર ચાલવા પ્રેરિત કર્યા હતા.
આ પ્રસંગેપંચાયત સભ્ય શ્રી વિષ્ણુ બાબુ, પૂર્વ સરપંચ શ્રી ઈશ્વરભાઈ પટેલ, પંચાયત સેક્રેટરી શ્રી પર્યંત જાની, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર સુશ્રી વિશાખા પટેલ સહિત ગ્રામજનો અને સ્ટાફની ઉપસ્થિતિ રહી હતી.