Vartman Pravah
દમણસેલવાસ

દમણ અને દાનહમાં છેલ્લા 24 કલાકમાં એક પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નહીં

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ-સેલવાસ, તા.15
સંઘપ્રદેશ દમણમાં આજરોજ નવો એક પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી તેમજ એકપણ વ્‍યક્‍તિને આજરોજ હોસ્‍પિટલમાંથી રજા આપવામાં આવી નથી.
પ્રદેશમાં હાલમાં કુલ 06 સક્રિય કેસ છે, અત્‍યાર સુધીમાં 3479 દર્દીઓ કોરોનામુક્‍ત થઈ ચુકયા છે, જ્‍યારે ફક્‍ત 1 વ્‍યક્‍તિનું કોરોનાથી મોત થયેલ હોવાનું પ્રશાસનની અખબારી યાદીમાં જણાવાયું છે.
પ્રાપ્ત માહિતી મુજબ આજે દમણમાં 363 નમૂનાઓ તપાસ માટે લેવામાં આવ્‍યા હતા. જેમાંથી એક વ્‍યક્‍તિનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્‍યો હતો. દમણમાં આજરોજ એકપણ નવો કન્‍ટેઈન્‍ટમેન્‍ટ ઝોન જાહેર કરાયો નથી. હાલમાં દમણમાં કુલ 0ર કન્‍ટેઈન્‍ટમેન્‍ટ ઝોન જાહેર છે જેમાં દાભેલ-01, ભીમપોરમાં 01 વિસ્‍તાર જાહેર છે.
દાદરા નગરહવેલીમાં પણ એક પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી. પ્રદેશમાં હાલમા 15 સક્રિય કેસ છે,અત્‍યાર સુધીમા 5844 કેસ રીકવર થઈ ચુકયા છે, ત્રણ વ્‍યક્‍તિનુ મોત થયેલ છે.
પ્રદેશમા આરટીપીસીઆરના 284 નમૂનાઓ લેવામા આવ્‍યા હતા. જેમાંથી એકપણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી.અને રેપિડ એન્‍ટિજન 475 નમૂના લેવામા આવ્‍યા હતા તેમા પણ એકપણ કોરોના પોઝિટિવ કેસ નહીં નોંધાતા આજે દાનહમાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી.
દાનહ આરોગ્‍ય વિભાગ દ્વારા પીએચસી-સીએચસી સેન્‍ટર પર અને સબ સેન્‍ટર સહિત વિવિધ સોસાયટીમાં કોવીશીલ્‍ડ વેક્‍સીનનુ ટીકાકરણ કરવામા આવ્‍યુ હતુ. જેમા આજે 5283 લોકોને વેક્‍સીન આપવામા આવ્‍યા છે પ્રદેશમા કુલ 3,06,816 લોકોને વેક્‍સીન આપવામા આવી છે.

Related posts

દમણના મશાલ ચોક ખાતે ચાલી રહેલી રામલીલાને અપાયેલો વિરામ

vartmanpravah

મરવડ કપ કોળી સમાજ ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં પટલારા ચેમ્‍પિયન : રનર્સ અપ દાભેલ દરિયાદિલ ટીમઃ દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલે ખાસ ઉપસ્‍થિત રહી ઈનામનું કરેલું વિતરણ

vartmanpravah

દીવ-વણાંકબારાની મહિલાઓને પુરુષ સમોવડી બનાવવા જિ.પં. પ્રમુખ અમૃતાબેન બામણિયાએ શરૂ કરેલી પહેલ

vartmanpravah

‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિતે વૃક્ષારોપણ

vartmanpravah

ઘેલવાડ ગ્રા.પં.માં સરપંચ હિતાક્ષીબેન પટેલના નેતૃત્‍વમાં દુકાનદારોને આપવામાં આવેલી સોલિડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ અંગે જાણકારી

vartmanpravah

દમણ જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે નવીનભાઈ પટેલે એક મહિનો પૂર્ણ કરતા મરવડના યુવાનોએ કરેલું સ્‍વાગત અને અભિવાદન

vartmanpravah

Leave a Comment