December 1, 2025
Vartman Pravah
ગુજરાતવલસાડ

રાજ્‍યવનમંત્રી રમણલાલ પાટકરે આસલોણા પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રની મુલાકાત લીધી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.16: વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રી રમણલાલ પાટકરે આજે તેમના કપરાડા તાલુકાના પ્રવાસ દરમિયાન વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ આસલોણા પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રની મુલાકાત લઈ અહીં આવતા દર્દીઓને આપવામાં આવતી સારવાર બાબતે જાણકારી મેળવી હતી. કોરોના રસીકરણ માટે જનજાગૃતિ કેળવી પાત્રતા ધરાવતા દરેક વ્‍યક્‍તિનું રસીકરણ થાય તે માટે પૂરતા પ્રયાસો હાથ ધરવા જણાવ્‍યું હતું.
આ અવસરે કપરાડા ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરી, આસલોણા સરપંચ દેવજુભાઈ, તાલુકા પંચાયત પ્રમુખ મોહનભાઈ ગરેલ, કારોબારી સમિતિ અધ્‍યક્ષ ગુલાબભાઈ રાઉત, કપરાડા તાલુકા પંચાયત ઉપ પ્રમુખ ગોપાળભાઈ, જિલ્લા પંચાયત સભ્‍ય સુરેશભાઈ અને મીનાક્ષીબેન, તાલુકા પંચાયત સભ્‍ય નિરંજનાબેન, તલાટી કમ મંત્રી, તાલુકા વિકાસ અધિકારી સંદીપ ગાયકવાડ, મામલતદાર કે.એસ.સુવેરા, ગ્રામ પંચાયત સભ્‍યો, જિલ્લા-તાલુકા પંચાયત સભ્‍યો, ગ્રામજનો હાજર રહયા હતા.

Related posts

વલસાડ જિલ્લામાં માતા અને બાળ મરણ અટકાવવા સગર્ભા માતાઓની ફરજીયાત સોનોગ્રાફી કરવાની શરૂઆત

vartmanpravah

ચીખલીના બામણવેલમાં જીપીસીબી અને જિલ્લા ક્‍વોરી એસોસિએશનના સંયુક્‍ત ઉપક્રમે વિશ્વ પર્યાવરણ દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

વહેલી સવારે ટ્રેલર ચાલકને ઝોકું આવી જતા આગળ જતી ટ્રક પાછળ ઘુસ્‍યું ટ્રેલર

vartmanpravah

ડુમલાવ-પરીયામાં દિપડાના ભયનો ઓથાર યથાવત : રવિવારે રાતે દિપડાએ બકરાનું મારણ કર્યું

vartmanpravah

વાપી બલીઠામાં ગટરની કુંડીમાં ખાબકેલ આખલાને રેસ્‍ક્‍યુ કરી બચાવાયો

vartmanpravah

વાપી જીઆઈડીસી પોલીસે બે મોબાઈલ ચોર પકડયા: બે બાઈક અને સાત મોબાઈલ કબજે કર્યા

vartmanpravah

Leave a Comment