April 19, 2024
Vartman Pravah
ગુજરાતવલસાડ

કપરાડા તાલુકાના વડોલી ખાતે આદિજાતિ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકરના હસ્‍તે આદિજાતિના ખેડૂતોને આંબા કલમોનું વિતરણકરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.16: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના વડોલી ખાતે આદિજાતિ વિકાસ વિભાગની વનબંધુ કલ્‍યાણ યોજના હેઠળના ફળાઉ રોપા વિતરણનો કાર્યક્રમ વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રી રમણલાલ પાટકરના અધ્‍યક્ષસ્‍થાને યોજાયો હતો. આ કાર્યક્રમમાં મંત્રીશ્રી રમણલાલ પાટકર, કપરાડા ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરી અને મહાનુભાવોના હસ્‍તે પ0 જેટલા આદિજાતિના ખેડૂતોને આંબા કલમોનું વિતરણ કરવામાં આવ્‍યું હતું.
આ અવસરે આદિજાતિ વિકાસ રાજયમંત્રી રમણલાલ પાટકરે જણાવ્‍યું હતું કે, આદિજાતિ ખેડૂતોને ફળાઉ ઝાડના રોપા વિતરણ યોજના હેઠળ આંબાના રોપા આપવામાં આવ્‍યા છે. જેના થકી આ પરિવારોની આર્થિક સ્‍થિતિમાં સુધારો થવાની સાથે ખેડૂતોની આવક વધવાની સાથે તેઓ પર્યાવરણની જાળવણીમાં પણ સહયોગી બનશે. કપરાડા અને ધરમપુર તાલુકામાં વાડી યોજનાના અમલીકરણ દ્વારા મોટી સંખ્‍યામાં ખેડૂતોએ વાવેલા ફળાઉ વૃક્ષોના કારણે ખેડૂતોની આવકમાં અનેકગણો વધારો થયો છે. ખેડૂતોના પડખે હરહંમેશ ભી રહેલી આ સરકારે ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અમલી બનાવી છે, તેનો ખેડૂતોને લાભ લેવા અનુરોધ કર્યો હતો. ગામેગામ પાકા રસ્‍તાનું નિર્માણ કરી પ્રજાજનોને આવનજાવનની સરળતા માટે માળખાકીયસુવિધા ઉપલબ્‍ધ બનાવી છે. ‘નલ સે જલ’ યોજના હેઠળ આગામી 2022 સુધીમાં દરેક ઘરમાં નળથી પાણી આપવાના પ્રયાસો રાજ્‍ય સરકાર કરી રહી છે. ગામમાં ચાલતા વિકાસકાર્યોની ગુણવત્તા જળવાય તે માટે ગામ અગ્રણીઓ સહિત ગ્રામજનો દેખરેખ રાખી સહયોગ આપે તે જરૂરી છે. ખેડૂતોને પાકધિરાણ સરળતાથી મળી રહે અને કોઇ મુશ્‍કેલીઓનો સામનો ન કરવો પડે તે માટે બેન્‍કર્સ અને ખેડૂતો સાથે બેઠક યોજવા જણાવ્‍યું હતું.
આ અવસરે કપરાડા ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરીએ જણાવ્‍યું હતું કે, આદિજાતિના ખેડૂતોને અપાયેલા ફળાઉ રોપા આવાનારા ભવિષ્‍યમાં આવકનું સાધન બની રહેશે. તેમણે રાજ્‍ય સરકારની વિવિધ સહાય યોજનાઓનો લાભ લેવા અને ગામમાં અન્‍ય લોકોને પણ તેનો લાભ અપાવવા માટે સહાયરૂપ બનવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે પ્રયોજના વહીવટદાર બી.કે.વસાવાએ સ્‍વાગત પ્રવચનમાં સૌને આવકાર્યા હતા અને યોજનાની જાણકારી આપતાં જણાવ્‍યું હતું કે, આ યોજના હેઠળ આદિજાતિના 10થી 20નો સ્‍કોર ધરાવતા બી.પી.એલ. ખેડૂત ખાતેદાર, વન અધિકાર અધિનિયમ હેઠળ ફાળવેલ જમીન ધારક અથવા આદિમજુથ હેઠળના જમીન ધરાવતા ખેડૂત ખાતેદારને લાભ મળી શકે છે. આ યોજના હેઠળ આદિજાતિ ખેડૂતોને ઓછામાં ઓછા 10 ગુંઠા માટે કેરીના રોપા આપવામાં આવશે. 10 ગુંઠાજમીન હોય તો 20 રોપા, 20 ગુંઠા જમીન હોય તો 30 રોપા અને 40 ગુંઠા જમીન હોય તો 8- રોપા આપવામાં આવશે. આ યોજના હેઠળ લાભાર્થીને જેટલા રોપા આપવામાં આવે તેની કુલ રકમના દશ લેખે લોકફાળો લાભાર્થીએ આપવાનો રહેશે.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધરમપુર આદર્શ નિવાસી શાળાના આચાર્ય ભરતભાઇ પટેલે કર્યું હતું.
આ અવસરે તાલુકા પંચાયત પ્રમુખ મોહનભાઇ ગરેલ, કારોબારી સમિતિ અધ્‍યક્ષ ગુલાબભાઈ રાઉત, તાલુકા પંચાયત ઉપપ્રમુખ ગોપાળભાઈ ગાયકવાડ, જિલ્લા પંચાયત સભ્‍ય સુરેશભાઈ અને મીનાક્ષીબેન, તાલુકા પંચાયત સભ્‍ય નિરંજનાબેન, તાલુકા વિકાસ અધિકારી સંદીપ ગાયકવાડ, મામલતદાર કે.એસ.સુવેરા, વડોલી સરપંચ લક્ષ્મણભાઇ તેમજ આજુબાજુના ગામોના સરપંચ, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, અગ્રણી રામદાસભાઈ વરઠા, તાલુકા અને જિલ્લા પંચાયત સભ્‍યો, પ્રાયોજના કચેરી સ્‍ટાફ સહિત ગ્રામજનો અને લાભાર્થીઓ હાજર રહ્યા હતા.

Related posts

શ્રી સમસ્‍ત ગુજરાતી બ્રહ્મસમાજ વાપીની વાર્ષિક સાધારણ સભા યોજાઈ

vartmanpravah

બિસ્‍માર માર્ગોને લઈ અમદાવાદ – મુંબઈ હાઈવે પર પાંચ કી.મી. લાંબી વાહનોની લાઈનો

vartmanpravah

કપરાડા તાલુકાના માંડવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને NQAS કાર્યક્રમ હેઠળ કવોલિટી સર્ટિ. મળ્યું, સાથે ૩ વર્ષ સુધી દર વર્ષે રૂ. ૩ લાખની ગ્રાન્ટ પણ મળશે

vartmanpravah

વાપીમાં ભાજપ દ્વારા વલસાડ જિલ્લાના સપૂત પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈની જન્‍મ જયંતિની ઉજવણી કરાઈ

vartmanpravah

કપરાડા નાનાપોંઢામાં ડુપ્‍લીકેટ નોટોનું મોટું કૌભાંડ ઝડપાયું : વલસાડ એસ.ઓ.જી.નું સફળ ઓપરેશન

vartmanpravah

વાપી કરવડમાં નવનિર્માણ થતી પ્‍લાસ્‍ટીક કંપનીમાં આગ લાગી : લાખોના મશીન-સરસામાન ખાખ

vartmanpravah

Leave a Comment