October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી સ્‍પંદન હોસ્‍પિટલના ડો. પ્રદિપભાઈ પટેલે માનવતા મહેકાવી

ચીખલીમાં રાત્રી દરમિયાન અકસ્‍માતમાં ઈજાગ્રસ્‍ત થયેલ ઈસમને તાત્‍કાલિક સારવાર અપાવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.21: ચીખલીના થાલામાં વલસાડ-સુરત નેશનલ હાઈવે પરથી રાત્રીના દસેક વાગ્‍યાના અરસામાં સ્‍પંદન હોસ્‍પિટલના ડો.પ્રદીપભાઈ પટેલ પસાર થઈ રહ્યા હતા તે દરમ્‍યાન કોઈ અજાણ્‍યો આશરે 55 થી 60 વર્ષની ઉંમરનો શખ્‍સ ઈજાગ્રસ્‍ત હાલતમાં જોવા મળતા પાછળ આવી રહેલ થાલાના સાઈ ડેરીના અનિલભાઈ આહીર સાથે સ્‍પંદન હોસ્‍પિટલ નજીક જ હોય તાત્‍કાલિક સ્‍ટ્રેચર મંગાવી આઈસીયુંમાં દાખલ કરાવી સારવાર શરૂ કરી દેવામાં આવી હતી.
આ અજાણ્‍યો શખ્‍સ હાઈવે ક્રોસ કરી રહ્યો હતો ત્‍યારે કોઈક વાહનચાલકે અડફતે લેતા માથાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાનું જાણવા મળ્‍યું હતું. સ્‍પંદન હોસ્‍પિટલના સંચાલક સિડનીભાઈ વાધેલાએ પોલીસ અને સ્‍થાનિક આગેવાનોને પણ વાકેફ કર્યા હતા. પરંતુ આ લખાય ત્‍યાં સુધી આ ઈજાગ્રસ્‍ત અજાણ્‍યા શખ્‍સની ઓળખ થઈ ન હતી અને તે સ્‍પંદન હોસ્‍પિટલમાં જીવન-મરણ વચ્‍ચે ઝોલા ખાઈ રહેલ છે. ઈજાગ્રસ્‍તની ઉંમર 55 થી 60 વર્ષની અને શરીરે લૂંગી અને સફેદ કલરના કપડું પહેરેલ હોવાનું જાણવા મળ્‍યું હતું. જોકે પહેરવેશ જોતા પર પ્રાંતીય હોવાનું પણ અનુમાન કરાઈ રહ્યું હતું.

Related posts

આપણુ ગુજરાતઃ ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતઃ વલસાડની સરકારી ઈજનેરી કોલેજમાં ભ્રષ્ટાચાર સામે જાગૃતતા માટે ઇનોવેટીવ ટેક્નિક્સ અંગે કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ડેપ્યુટી કલેક્ટર ચાર્મી પારેખે દાનહમાં ભારત સ્કાઉટ ગાઈડના રાજ્ય સ્તરીય પાંચ દિવસીય રાષ્ટ્રપતિ પરીક્ષણ કેમ્પનો કરાવેલો શુભારંભ

vartmanpravah

ધરમપુર તાલુકાના રાજપુરી જંગલના ગ્રામ ગૃપ સખીમંડળને ગરીબકલ્‍યાણ મેળો ફળ્‍યો

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર કલ્‍પનાતીત વિચિત્ર અકસ્‍માત સર્જાયો

vartmanpravah

vartmanpravah

જિલ્લા રોજગાર કચેરી દ્વારા પારડીખાતે તા.30 સપ્‍ટેમબરના રોજ રોજગાર ભરતી મેળો યોજાશે

vartmanpravah

Leave a Comment