October 15, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં રાત્રે ઘરેથી કાર લઈ હાઈવે ઉપર મિત્રો સાથે ચા પીવા નિકળેલ યુવાનને મોત ભેટી ગયું

શ્રીકાંત ચાઉદેવ બાઉટે એ સ્‍પોર્ટસ કારનો કાબુ ગુમાવતે કાર
ખેતરમાં ફંગોળાઈ પલટી મારી ગઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: આજકાલની યુવા પેઢીને મધરાતે ઘરેથી ચા પીવા કે હાઈવે ઉપર આંટો મારવાના જબરા ચસકા પડી ગયા છે.પરંતુ તેની ક્‍યારેક મોટી કિંમત ચુકવવાનો ઘાટ પણ સજા4ય છે. કંઈક તેવી ઘટના અતુલ ફસ્‍ટ ગેટ પાસે સોસાયટીમાં રહેતો યુવાન ગુરૂવારે મધરાત્રે મિત્રો સાથે પોતાની સ્‍પોર્ટસ કાર લઈ હાઈવે ઉપર ચા પીવા નિકળ્‍યો હતો ત્‍યારે પારનેરા પારડી નજીક કાર ઉપર યુવાને કાબુ ગુમાવતા કાર ફંગોળાઈને ખેતરમાં પલટી મારી ગઈ હતી. સર્જાયેલા આ ખોફનાક અકસ્‍માતમાં યુવાનનું ઘટના સ્‍થળે જ કમકમાટી ભુર્ય મોત નિપજ્‍યું હતું.
અતુલ ફસ્‍ટગેટ રત્‍નાગીરી રેસિડેન્‍ટમાં રહેતો શ્રીકાંત ચાઉદેવ બાઉટે તેની સ્‍પોર્ટસ કાર નં.ડીડી 01 1995 લઈ મધરાતે ઘરેથી બે મિત્રો સાથે હાઈવે ધાબા ચા પીવા નિકળ્‍યા હતા તે દરમિયાન પારનેરા પારડી સુગર ફેક્‍ટરીના પાછળના ભાગે વળાંકમાં શ્રીકાંતએ કાર ઉપર કાબુ ગુમાવતા કાર ફંગોળાઈને ખેતરમાં પલટી મારી જતા કરુણ અકસ્‍માત સર્જાયો હતો. અકસ્‍માતમાં યુવાન શ્રીકાંતનું ઘટના સ્‍થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્‍યું હતું.

Related posts

પારડીમાં કલા-સંગીતના સથવારે નવરંગ ટેલેન્‍ટ ફેસ્‍ટીવલમાં ‘‘એક ભારત, શ્રેષ્ઠ ભારત” ના દર્શન થયા

vartmanpravah

એન.આર. અગરવાલ રોટરી હોસ્‍પિટલના પટાંગણમાં સ્‍વતંત્ર્ય દિવસની કરેલી ભવ્‍ય ઉજવણી

vartmanpravah

વલસાડ જિલ્લામાં ભાજપએ વિધાનસભાની તમામ પાંચ બેઠકો જીતી હિસ્‍ટોરિકલ વિક્‍ટરી નોંધાવી

vartmanpravah

વાપી ચણોદમાં રો-હાઉસ બાંધકામ પરવાનગીથી વિપરીત હોવાની રાવ

vartmanpravah

દીવમાં ફેમિલી હેલ્‍થ સર્વે શરૂ થયો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લોકાભિમુખ પહેલ આજે દમણ જિલ્લા પ્રશાસન દ્વારા ‘પ્રશાસન ગાંવ કી ઓર’ : મગરવાડા પંચાયત ઘર ખાતે મોટી દમણની તમામ ચારેય ગ્રામ પંચાયતના લોકો માટે યોજાનારી રેવન્‍યુ શિબિર

vartmanpravah

Leave a Comment