April 27, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપી

વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના 72માં જન્‍મદિવસ નિમિતે પારડી શહેર ભાજપ તથા પારડી શહેર યુવા ભાજપ દ્વારા રક્‍તદાન શિબિરનું આયોજન

ગુજરાત સરકાર નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ સહિત પ્રદેશ જિલ્લાના અનેક મહાનુભવો ઉપસ્‍થિત રહી બ્‍લડ ડોનરોને પ્રોત્‍સાહન પૂરું પાડ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.17: આજરોજ ભારત દેશના વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીજીનો 72 મો જન્‍મદિવસ હોય સમગ્ર દેશમાં ભાજપ દ્વારા હરેક વર્ષની જેમ આ વર્ષે પણ સેવા સપ્તાહનું આયોજન કરી સમગ્ર દેશમાં ભાજપ અનેક સેવાકીય કાર્યો કરી રહી છે. સમગ્ર દેશમાં ભાજપ દ્વારા બ્‍લડ ડોનેશન કેમ્‍પ, મેડિકલ કેમ્‍પ, આઈ ચેકઅપ કેમ્‍પ, વૃક્ષારોપણ, આયુષ્‍માન કાર્ડ જેવા અનેક સેવાકીયકાર્યક્રમો દ્વારા વડાપ્રધાન મોદીના જન્‍મ દિવસની ઉજવણી થઈ રહી છે.
પારડી ખાતે પણ પારડી શહેર ભાજપ તથા પારડી શહેર યુવા મોરચા દ્વારા બ્‍લડ ડોનેશન કેમ્‍પનું આયોજન ધીરુભાઈ સત્‍સંગ હોલ ખાતે કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમ સૌ પ્રથમવાર બ્‍લડ ડોનેટ કરનારનાઓના રજીસ્‍ટ્રેશન કર્યા બાદ બ્‍લડ લેવામાં આવ્‍યું હતું અને તેઓને નામ સાથેના પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્‍યા હતા. સમગ્ર દેશમાં અનેક જગ્‍યાએ આવા બ્‍લડ ડોનેશન કેમ્‍પનું આયોજન થઈ રહ્યું હોય ખૂબ મોટી સંખ્‍યામાં યુવાનોએ બ્‍લડ ડોનેશન માટે રજીસ્‍ટ્રેશન કરાવ્‍યુ હોવા છતાં આ દાનમાં આવેલ રકત વેડફાઈ ન જાય જેને લઈ ફક્‍ત 108 વ્‍યક્‍તિઓનું જ બ્‍લડ લેવામાં આવ્‍યું હતું. આ ડોનેશન કેમ્‍પમાં યુવાનો સાથે મહિલાઓ પણ આગળ આવી રક્‍તદાન કર્યું હતું. રક્‍તદાતાઓને સર્ટિફિકેટની સાથે આકર્ષક ગિફટ પણ આપવામાં આવી હતી.
પારડી ખાતે યોજાયેલા આ બ્‍લડ ડોનેશન કેમ્‍પમાં બર્થ ડે બોય વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીજીના સ્‍ટેચ્‍યુ સાથે બનાવેલ સેલ્‍ફી પોઇન્‍ટ ખૂબ આકર્ષણનૂં કેન્‍દ્ર રહ્યું હતું અને દરેક બ્‍લડ ડોનરોએ પોતાના બ્‍લડ ગ્રુપના બેનર સાથે વડાપ્રધાન સાથે સેલ્‍ફી લઈ આનંદ માણ્‍યો હતો. આજના આ બ્‍લડ ડોનેશન કેમ્‍પમાં ગુજરાત સરકારના નાણામંત્રી કનુભાઈ દેસાઈ સહિત પ્રદેશ તથા જિલ્લાનાઅનેક મહાનુભવો ઉપસ્‍થિત રહી બ્‍લડ ડોનરોને પ્રોત્‍સાહન પૂરું પાડ્‍યું હતું.
આજના આ પ્રસંગે ઉપસ્‍થિત રહેલા ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્‍યું હતું કે આપણા દેશના વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીનું જીવન સંકલ્‍પ લોકસેવા જ છે અને તેમનો જન્‍મદિવસ ઉજવવાની જાહેરાત કરી છે ત્‍યારે સેવા હી સંગઠનના સૂત્ર મારફતે દરેક ભાજપના કાર્યકર સેવાના કાર્યમાં જોડાઈ અને લોક કલ્‍યાણનું કામ કરે એ જ ઉદ્દેશના અનુસંધાને સમગ્ર દેશ આજે સેવાકીય કાર્યમાં જોડાયો છે.
વલસાડ જિલ્લો પણ બ્‍લડ ડોનેશન કેમ્‍પ, મેડિકલ કેમ્‍પ, આઈ ચેક કપ કેમ્‍પ, વૃક્ષારોપણ, આયુષ્‍યમાન કાર્ડ જેવા અનેક સેવાકીય કાર્યમાં જોડાઈ જે સેવા કેવા કાર્ય કર્યા છે તે બદલ સૌ અભિનંદનને પાત્ર છે.
પારડી શહેર ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલે નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મદિવસ નિમિત્તે જણાવ્‍યું હતું કે, નરેન્‍દ્રભાઈ મોદીનો જન્‍મદિવસ એમના સૂત્ર ‘‘રાજકીય સત્તા માટે રાજકારણ રમવું જોઈએ નહીં, રાજકારણ હંમેશા સેવાકીય કાર્યોને સમર્પણ હોવું જોઈએ” સૂત્રને સાર્થક કરવા આજે એમના જન્‍મદિવસ નિમિત્તે વિવિધ સેવા કેવા કાર્યો થઈ રહ્યા છે જેમાં પારડી જેવા નાનકડા ગામમાં અને અનેક જગ્‍યાએ બ્‍લડ ડોનેશન કેમ્‍પ થઈ રહ્યો હોવા છતાં ખૂબ જ ઉત્‍સાહથી યુવાનોએ જોડાય108 જેટલી બ્‍લડ બેગો મેળવી શકયા છે તે બદલ યુવાનોને હું અભિનંદન આપું છું અને સાથે સાથે આ બ્‍લડ કેમ્‍પમાં પ્રદેશ , જિલ્લા તથા શહેરના અનેક હોદેદારો મહાનુભવો પધારી અમારો તથા બ્‍લડ ડોનરોનો ઉત્‍સાહ વધારી પ્રોત્‍સાહન પૂરું પાડ્‍યું તે બદલ સૌને અભિનંદન સહ આભાર માનું છું.
આજના આ કાર્યક્રમમાં ભાજપ યુવા મોરચાના રાષ્‍ટ્રીય ઉપાધ્‍યક્ષ અને ગુજરાત પ્રદેશ પ્રભારી મનીષ કુમાર સિંગ, પ્રદેશ મહામંત્રી ઈશાંતભાઈ સોની, પ્રદેશ મંત્રી ભાવિકા ઘોઘારી, જિલ્લા યુવા મોરચા પ્રમુખ તોહીલ દેસાઈ, પ્રભારી પ્રતિક પટેલ, મહામંત્રી મયંક પટેલ અને પ્રભાકર યાદવ, ગુજરાતના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ, ડો.કે.સી.પટેલ, ઉષાબેન પટેલ, હેમંત કંસારા, જિલ્લાનાં ત્રણેય મહામંત્રી, ઉપ પ્રમુખો, પારડી શહેર ભાજપ પ્રમુખ રાજેશ પટેલ, પ્રભારી લલીત ગુગલીયા, શહેર સંગઠનનાં હોદ્દેદારો, યુવા મોરચાની ટીમ, મોટી સંખ્‍યામાં ભાજપના કાર્યકર ભાઈઓ બહેનોએ આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહી આ કાર્યક્રમ સફળ બનાવ્‍યો હતો.

Related posts

દાનહઃ રાંધામાં ‘‘બાળ વિવાહ મુક્‍ત સંઘપ્રદેશ” અભિયાન અંતર્ગત યોજાયેલી જાગૃતિ રેલી

vartmanpravah

આછવણીના પ્રગટેશ્વર ધામ ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાઈ

vartmanpravah

દમણના કચીગામ ગ્રામ પંચાયત ખાતે જિલ્લા પંચાયતના ચૌપાલ (ચોતરા) બેઠક યોજાઈ

vartmanpravah

સાંસદ કલાબેન ડેલકરે ધરમપુર તાલુકાના સૂચિત રિવરલિંક પ્રોજેક્‍ટનો મુદ્દો દેશની લોકસભામાં ઉઠાવ્‍યો

vartmanpravah

નવસારી જિલ્લાના કસ્‍બાપાર ખાતે પૂર્ણા નદી પર રૂા.110 કરોડના ખર્ચે પૂર્ણા ટાઈડલ રેગ્‍યુલેટર ડેમ પ્રોજેક્‍ટનું ખાતમુહૂર્ત કરતાં મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્ર પટેલ

vartmanpravah

દાનહમાં સ્‍વદેશ ફાઉન્‍ડેશન દ્વારા વોર્ડ નંબર 14માં એલઇડી બલ્‍બનું વિતરણ કરાયું

vartmanpravah

Leave a Comment