Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આર.કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ, વાપી દ્વારા ‘‘યોગ- મહિલા સશક્‍તિકરણ -2024 આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસ”ની ઉત્‍સાહસભર કરાયેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: આર.કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ વાપી દ્વારા આંતરરાષ્‍ટ્રીય યોગદિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મુખ્‍ય અતિથિ પૂનમ શાહ (આર્ટ ઓફ લિવિંગના ફેકલ્‍ટી) વૃષાલી અગરકર (યોગા શિક્ષક), પ્રતીક શાહ, જયેશ માવ, હિના પંચોલી વોલિયન્‍ટર ઉપસ્‍થિત રહ્યા હતા. અતિથિઓને આર.કે.દેસાઈ પરિવાર વતી પુષ્‍પો ગુચ્‍છ આપી સમ્‍માન કરવામાં આવ્‍યું હતું. યોગ વ્‍યાયામ ભારત વર્ષના ઋષિમુનિઓની એક અનુપમ શોધ છે. પ્રાચીનકાળમાં માનવીનું જીવન કુદરત સાથે ઓતપ્રત થઈને વહેતુ હતું. જાણે પ્રકળતિના ગોદમાં રમતું બાળક જેવું ઋષિમુનિઓ પ્રકળતિની અંદર ઈશ્વરની જે મહાન શક્‍તિ કામ કરી રહી છે તે જાણવા હંમેશા પ્રયત્‍ન કરતા આના જ ફળ સ્‍વરૂપે શારીરિક અને માનસિક તંદુરસ્‍તી નિરોગી અને દીર્ઘાયુ જીવનનો લાભ મેળવવા આસન પ્રયાણામ જેવી પ્રણાલી શોધી કાઢી અને આ ઋષિમુનિઓની શોધને 21 જૂન આખું ‘‘વિશ્વ યોગ દિવસ” તરીકે મનાવી મનુષ્‍યના સ્‍વાસ્‍થ્‍યને નિરોગી તંદુરસ્‍ત રાખવા લોકજાગૃતિ અર્થે ઉજવવામાં આવે છે. જેમાં અમારી સંસ્‍થા દ્વારા સમગ્ર વિદ્યાશાખાના વિદ્યાર્થીઓને આ દિવસ ઉજવવાનો લાભ મળી શકે એ હેતુથી ‘‘આર્ટ ઓફ લિવિંગ”ના સંસ્‍થા સાથે જોડાયેલા યોગ શિક્ષકો, સંસ્‍થાના બધાજ વિદ્યાશાખાના પ્રાધ્‍યાપકો અને વિદ્યાર્થીઓએ ઉત્‍સાહ સાથે ભાગ લઈ વિવિધ પ્રકારના શ્‍લોકો દ્વારા વિશિષ્ટ પદ્ધતિ દ્વારા ‘‘વિશ્વ યોગદિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન સંસ્‍થાના ફીઝીકલ એજ્‍યુકેશનના પ્રાધ્‍યાપક પ્રફુલભાઈ પટેલ અને પ્રો.પૂજા સિધ્‍ધપુરા દ્વારા કરવામાં આવ્‍યું હતું. આ સમગ્ર કાર્યક્રમ કરવા બદલ સંસ્‍થાના ચેરમેનશ્રી મિલન દેસાઈએ તથા ઈન્‍ચાર્જ કેમ્‍પસ ડાયરેક્‍ટર ડો.મિત્તલ શાહ તેમજ સંસ્‍થાના સમગ્ર વિદ્યાશાખાના આચાર્યશ્રીઓએ પણ ભાગ લઈ આવા યોગ સ્‍વાસ્‍થ્‍ય પ્રત્‍યે લોકજાગૃતિ લાવી સમાજ કલ્‍યાણને લગતા કાર્યક્રમો થતા રહે એ માટે શુભેચ્‍છાઓ પાઠવી હતી.

Related posts

દાનહની કિલવણી ગ્રામ પંચાયતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બીજા કે ત્રીજા હપ્તાની બાકી રકમ તાત્‍કાલિક ચૂકવવા અપાયેલી સૂચના

vartmanpravah

સેલવાસના સાંઈધામ સોસાયટીમાંથી પાંચમા માળેથી યુવતીએ છલાંગ લગાવતા ઈજા થતાં સારવાર હેઠળ

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવમાં ‘‘મારી શાળા – હરિયાળી શાળા” અંતર્ગત યોજાયો વૃક્ષારોપણ કાર્યક્રમ

vartmanpravah

ચીખલી તાલુકા પંચાયતની યોજાયેલ ખાસ કારોબારી સમિતિની બેઠકમાં નાણાંપંચના રૂ.3.75 કરોડના તાલુકા વિકાસ પ્‍લાનના આયોજનને મંજૂરી

vartmanpravah

વાપી વીઆઈએ અને જીપીસીબી સંયુક્‍ત ઉપક્રમે ઈ વેસ્‍ટ કલેક્‍શન જાગૃતિ છત્રનું કરાયેલું આયોજન

vartmanpravah

વલસાડમાં રાષ્‍ટ્રિયકૃત બેંકોના કર્મચારીઓએ હડતાલ પાડી બેંકોના ખાનગીકરણ બિલનો કરેલો વિરોધ

vartmanpravah

Leave a Comment