(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.21: તા.21 જૂન 2024ના રોજ પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલમાં ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની શાનદાર ઉજવણી કરાઈ હતી. જેમાં શ્રીમતિ અનિતા નેરુકા ઉપસ્થિત રહ્યા હતા અને જેમનું શાળાના આચાર્યશ્રી અનુપમ ઉપાધ્યાયે હાર્દિક સ્વાગત કર્યું હતું. શ્રીમતિ અનિતા નેરુકા જેઓએ 2021માં પતંજલિમાંથી પ્રણવ યોગની તાલીમ પૂર્ણ કરી હતી. તેઓ મંત્રાલય તરફથીપ્રમાણિત યોગ શિક્ષક અને મૂલ્યાંકનકાર છે. તેમને 2023માં આંતરરાષ્ટ્રીય યોની એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. ત્યારપછી ધોરણ-7 અને 8 ના વિદ્યાર્થીઓને વિવિધ યોગાસનો કરવામાં આવ્યાં હતાં. ત્યારબાદ ધોરણ-1 થી 12 ના સમગ્ર વિદ્યાર્થીઓને યોગ શિક્ષકો દ્વારા વિવિધ યોગાસનો જેવા કે વૃક્ષાસન, તાડાસન, ગરુડાસન, ગૌમુખાસન, સૂર્ય નમસ્કાર, ઉષ્ટ્રાસન આદિ યોગાસનો કરાવવામાં આવ્યા હતાં.
વિદ્યાર્થીઓની સાથે સાથે શાળાના આચાર્ય શ્રી અનુપમ ઉપાધ્યાય તેમજ તેમના શિક્ષકગણે પણ યોગાસન કરી ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની ભવ્ય ઉજવણી કરી જીવનમાં યોગનું મહત્ત્વ વિદ્યાર્થીઓને સમજાવ્યું હતું.
