September 20, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ વિભાગ રાજપૂત સમાજ સેવા સંઘ વલસાડની ૩૭મી વાર્ષિક સાધારણ સભા યોજાઈઃ કારોબારી પ્રમુખ તરીકે ફરીવાર બળવંતસિંહ સોલંકીની નિમણૂંક

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.23: વલસાડ વિભાગ રાજપૂત સમાજ સેવા સંઘ વલસાડની 37મી વાર્ષિક સાધારણ સભા સમાજભવન ખાતે કારોબારી પ્રમુખ શ્રી બળવંતસિંહ ઝેડ. સોલંકીની અધ્‍યક્ષતામાં મળી હતી. વિશાળ સંખ્‍યામાં ઉપસ્‍થિત સભાસદો-ટ્રસ્‍ટી મંડળની હાજરીમાં સૌપ્રથમ દિવંગતોને શ્રધ્‍ધાંજલી આપવામાં આવી હતી. ચિ.કુમારી જલપી સોલંકીની સુંદર પ્રાર્થના પછી વર્ષ 2024 થી 2027 ત્રિવાર્ષિક કારોબારીની રચના કરવામાં આવી હતી. સર્વસંમતિથી કારોબારી પ્રમુખ તરીકે વધુ એકવાર શ્રી બળવંતસિંહ સોલંકીની નિમણૂંક કરવામાં આવી હતી. સતત પાંચમી ટર્મ માટે થયેલી તેમની નિમણુંકને સૌએ તાળીઓના ગડગડાથી વધાવી લીધી હતી.
શ્રી બળવતસિંહ સોલંકીએ સતત 12 વર્ષથી સેવાકાર્યપછી વધુ ત્રણ વર્ષ માટે સેવાની તક આપી તે માટે સૌનો આભાર વ્‍યક્‍ત કર્યો અને સંસ્‍થાના વિકાસ માટે બનતા તમામ પ્રયત્‍નો કરવાની ખાતરી આપી હતી. ટ્રસ્‍ટી-પ્રમુખશ્રી ઠાકોરસિંહ સોલંકીએ સંસ્‍થાના વિકાસની માહિતી આપી હતી અને ટ્રસ્‍ટી મંડળ, કારોબારી, દાતાઓ તથા સ્‍વયંસેવકોએ આપેલા સહકાર માટે અભિનંદન પાઠવી આભાર વ્‍યકત કર્યો હતો. વાર્ષિક અહેવાલ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્‍યો હતો. આભાર દર્શન અને રાષ્‍ટ્રગીત સાથે સભા સમાપ્ત થઈ હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રવક્‍તા સમિતિ અધ્‍યક્ષ અને ટ્રસ્‍ટી શ્રી રામસિંહ દેસાઈએ કર્યું હતું.

Related posts

સમગ્ર પારડી દેશભક્‍તિના રંગમાં રંગાયું: ઠેરઠેર 75મા પ્રજાસત્તાક દિનની હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી

vartmanpravah

કમોસમી વરસાદ અને વાવાઝોડાની આગાહીને પગલે વલસાડ જિલ્લાના ખેડૂતોને તકેદારીના પગલા લેવા અનુરોધ

vartmanpravah

મુંબઈમાં યોજાયેલા કાર્યક્રમમાં વાપીના વિનય વાડીવાલાને ‘છત્રપતિ શિવાજી મહારાજ ગૌરવ’ એવોર્ડ એનાયત કરાયો

vartmanpravah

ઉમરગામ સોળસુંબામાં સર્જાયેલી કરુણાંતિકા: ખાળકુવાના સફાઈ માટે ખાડામાં ઉતરેલા ત્રણ વ્‍યક્‍તિમાંથી બે ના મોત

vartmanpravah

નાની દમણ પોલીસ બીચ રોડ ઉપર ફેરી કરતા અને ઊંટ-ઘોડા ચલાવનારાઓને પોતાના ‘ખબરી’ બનાવશે

vartmanpravah

વલસાડ ખાતે ચોથી સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન

vartmanpravah

Leave a Comment