October 21, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી મોરાઈ ગુડ્‍ઝ ટ્રેન બ્રિજ ઉપરથી યુવાને મોતની છલાંગ લગાવી

મૃતકની ઓળખ રામેશ્વર મિશ્રાની હતી : ત્રણ માસથી નોકરી છૂટી જતા સ્‍ટ્રેસ અનુભવતો હતો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: વાપી નજીક આવેલ મોરાઈ ગામે ગુડ્‍ઝ ટ્રેનના ઓવરબ્રિજઉપરથી શનિવારે મોતની છલાંગ લગાવી હતી. જેમાં યુવાન નીચે પટકાતા ઘટના સ્‍થળે જ મોતને ભેટયો હતો. પોલીસે મૃતકની ઓળખ કરતા અતુલમાં રહેતા રામેશ્વર મિશ્રાની થઈ હતી.
અતુલમાં રહેતા રામેશ્વર મિશ્રાની ત્રણ મહિનાથી નોકરી છૂટી ગઈ હોવાથી ટેન્‍શનમાં રહેતો હતો. શનિવારે મોરાઈ રેલવે બ્રીજ ઉપરથી પડતુ મુકી આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતા એકઠા થયેલ લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્‍થળે પહોંચી મૃતકના કપડામાં તપાસ કરતા આધારકાર્ડ મળી આવતા મૃતક રામેશ્વર મિશ્રાની ઓળખ થઈ. તેના ખિસ્‍સામાંથી રોકડા રૂપિયા 4 હજાર મળી આવ્‍યા હતા. શંકાસ્‍પદ બનેલી ઘટનામાં લોકો એવી પણ કરતા હતા કે હજુ આ બ્રિજ વાહન વહેવાર માટે ખુલ્લો મુકાયો નથી ત્‍યારે યુવક ત્‍યાં પહોંચ્‍યો કેવી રીતે. જો કે આપઘાતનું સાચું કારણ પોલીસ તપાસમાં બહાર આવી શકશે.

Related posts

ચીખલીના મજીગામમાં શ્રીજી નવરાત્રી મહોત્‍સવમાં મીડિયાકર્મીઓએ આરતીમાં ભાગ લઈ ગરબાની રમઝટને માણી

vartmanpravah

દમણમાં બાબા રામદેવ પીરની જન્‍મજયંતિ નિમિત્તે પદયાત્રા નિકળી

vartmanpravah

નવસારી જિલ્લાના વિદ્યાર્થીઓએ ‘‘હર ઘર તિરંગા” થીમ પર રજૂ કરી મનમોહક ક્લાકૃતિ

vartmanpravah

દાનહઃ સાયલી પંચાયતની ગ્રામસભા યોજાઈ

vartmanpravah

યુઆઇએ ચૂંટણી જંગમાં યુવા ઇન્‍ડસ્‍ટ્રીયલ ટીમને ટેક્‍સટાઇલ અને ગારમેન્‍ટ્‍સના ઉદ્યોગપતિઓએ જાહેર કરેલું સમર્થન

vartmanpravah

આર.બી.આઈ.ના બેંકિંગ લોકપાલ કાર્યાલય અને દાનહ બેંક ઓફ બરોડા દ્વારા ખાનવેલ ખાતે ગ્રાહક જાગૃતતા શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment