Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીની કંપનીમાં નોકરી કરતા વલસાડ માલવણના એન્‍જિનિયર યુવાને ઘરમાં કામ કરતો રોબોટ બનાવ્‍યો

એન્‍જિનિયર અક્ષય પટેલ આ પહેલા પણ જુદી જુદી શોધ કરી ચૂક્‍યા છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: વાપીની કંપનીમાં એન્‍જિનિયર તરીકે ફરજ બજાવતા વૈજ્ઞાનિક એવા વલસાડના માલવણ ગામે રહેતા યુવાને વધુ એક ત્રીજી શોધ કરી છે. ઘરમાં ઘરકામ કરી શકે એવો રોબોટ બનાવ્‍યો છે.
વલસાડ માલવણ ગામે રહેતો એન્‍જિનિયર યુવાન અક્ષય પટેલ અવિરત કંઈકને કંઈક નવી શોધ કરતો રહ્યો છે. ઈલેક્‍ટ્રીક એન્‍જિનિયર એવા અક્ષય પટેલે ત્રીજી શોધ કરી છે. અગાઉ બે શોધ કરી ચુકેલા છે. આ વખતે તેમણે ઘરકામ કરી શકે તેવો રોબોટ બનાવ્‍યો છે. આ રોબોટ કીચનમાંથી ડ્રોઈંગ રૂમમાં ટ્રેમાં ચાના કપ મુકી આપી જાય છે. આ અગાઉ પણ તેમણે હેલ્‍મેટ પહેરતા જ બાઈક ચાલુ થાય તેવી શોધ પણ કરી ચુકેલા છે. કોરોનાના સમયમાં સાયકલના વ્‍હીલ જોડીને અનોખું સેનિટાઈઝર મશીન બનાવેલું આ મશીનની ખાસિયત એ પણ હતી. ખેતરમાં દવાનો છંટકાવ પણ થઈ શકે તેમજ અન્‍ય શોધ એ પણ અક્ષય પટેલ કરી ચુક્‍યા છે કે આગ બુઝાવવા માટે રોબોટિકફાઈટર પણ બનાવ્‍યું હતું. શોખ ખાતર અલગ અલગ ઈલેક્‍ટ્રોનિક સાધનો તેઓ બનાવતા રહે છે. હોમ રોબોટ બનાવી તેમણે નવુ નઝરાણું ભેટ આપ્‍યું છે.

Related posts

વલસાડ શહેર ધોધમાર વરસાદમાં અનેક વિસ્‍તારો, બજારો પાણીમાં ગરકાવ : જનજીવન બેહાલ

vartmanpravah

ખતલવાડમાં બનવા પામેલી ચેઈન સ્‍નેચિંગની ઘટના

vartmanpravah

ચીખલીના થાલા ગામે ગત રાત્રે હત્‍યા કરાયેલ યુવાનની લાશ આરોપીઓ ન ઝડપાઈ ત્‍યાં સુધી ન સ્‍વીકારવાનો પરિવારનો ઈન્‍કાર

vartmanpravah

કોંગ્રેસના ઉમેદવારે બનાવ્‍યો ત્રિકોણીય જંગઃ મહેશ ધોડીના મળેલા જાહેર સમર્થનને કારણે ભાજપ-શિવસેનામાં બેચેની

vartmanpravah

કડૈયા ગામના શ્રીજી યુવક મંડળ ખાતે પ્રસિદ્ધ કથાકાર દેવુ બાપુએ ગણપતિ બાપ્‍પાના આશીર્વાદ લઈ ભક્‍તોને મહાપૂજાનો આપેલો લાભ

vartmanpravah

દમણ નગર પાલિકા પ્રમુખ સોનલબેન પટેલે 61માં મુક્‍તિ દિવસ નિમિત્તે તિરંગો ફરકાવ્‍યો

vartmanpravah

Leave a Comment