December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામની કંપનીમાં મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા મહિલાઓની જાતિય સતામણી અંગે સેમિનાર યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.26: વલસાડ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા કામકાજના સ્‍થળે મહિલાઓની જાતિય સતામણી અધિનિયમ-2013 અંતર્ગત ઉમરગામની પ્રાઈમ કેલીબ્રી પ્રાઈવેટ લિમિટેડ કંપની ખાતે કાયદાકીય સેમિનારનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ કાર્યક્રમમાં પ્રાઈમ કેલીબ્રી પ્રાઈવેટ લિમિટેડ કંપનીના ઈન્‍ચાર્જ કૈલાશભાઈ દ્વારા તમામ મહાનુભાવોનું શાબ્‍દિક સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. એડવોકેટ શૈલેશભાઈ દ્વારા મહિલાલક્ષી કાયદાઓ વિશે માહિતી આપવામાં આવી તેમજ કાયદો કેમ શરૂ કરવામાં આવ્‍યો તેની માહિતી આપવામાં આવી હતી. ‘‘સખી” વન સ્‍ટોપ સેન્‍ટરના કાઉન્‍સેલર સ્‍નેહાલી પટેલ દ્વારા ‘‘સખી” વન સ્‍ટોપ સેન્‍ટરની કામગીરીનો પરિચય આપવામાં આવ્‍યો હતો. વાપી પોલીસ સ્‍ટેશન બેઇઝડ સપોર્ટ સેન્‍ટરના કાઉન્‍સેલર નેહાબેન પટેલ દ્વારા ભ્‍ગ્‍લ્‍ઘ્‍ સેન્‍ટરની કામગીરી વિશે માહિતી આપવામાં આવી હતી. લ્‍ણ્‍ચ્‍ – ટીમના મહિલા પોલીસ ખ્‍લ્‍ત્‍ સરલાબેન પટેલ દ્વારા પોલીસ વિભાગ દ્વારા આપવામાં આવતી વિવિધ પ્રકારની મહિલાલક્ષી કાયદાઓ વિશે સંપૂર્ણ જાણકારી આપવામાં આવી તેમજ લ્‍ણ્‍ચ્‍-ટીમની કામગીરી વિશેવિસ્‍તૃત માહિતી આપવામાં આવી હતી. ઉમરગામમાં વિવિધલક્ષી મહિલા કલ્‍યાણ કેન્‍દ્રના પ્રમુખશ્રી ગીતાબેન ધોડી દ્વારા ઉમરગામ તાલુકામાં અલગ અલગ કંપનીમાં કામ કરતી મહિલાઓ માટે મહિલા અને બાળ અધિકારીની કચેરી વલસાડ દ્વારા સંચાલિત વિવિધ કેન્‍દ્રોની મદદ લેવા માટે માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું. ત્‍યારબાદ કામકાજના સ્‍થળે મહિલાઓની જાતિય સતામણી અધિનિયમ-2013 માટેની પ્રતિકાર મૂવી બતાવવામાં આવી હતી. ત્‍યારબાદ મહિલા પોલીસ સ્‍ટેશનના મહિલા કોન્‍સ્‍ટેબલ જિનલબેન પટેલ દ્વારા સાઇબર ક્રાઇમ અને 1930 હેલ્‍પલાઇનની માહિતી આપવામાં આવી હતી.
જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્વેતા આર. દેસાઈ દ્વારા જાતિય સતામણી વિશે માહિતી આપવામાં આવી અને મહિલાલક્ષી વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી તેમજ મહિલા અને બાળ અધિકારીની કચેરીના વિવિધ માળખાઓની કામગીરી વિશે માહિતી આપવામાં આવી હતી. વધુમાં મહિલા અને બાળ અધિકારીશ્રી દ્વારા આંતરિક ફરિયાદ સમિતિ અને સ્‍થાનિક ફરિયાદ સમિતિ વિશે સમજાવવામાં આવ્‍યું તેમજ કોણ કયા ફરિયાદ આપી શકે છે એના વિશે જણાવવામાં આવ્‍યું હતું. ત્‍યારબાદ ઉમરગામના માજી તાલુકા પ્રમુખ રમેશભાઈ ધાંગડા દ્વારા જણાવવામાં આવ્‍યું કે, મહિલાઓ અને પુરુષોને સમકક્ષ લાવવાના પ્રયત્‍નો ચાલી રહ્યાછે તેમજ બધાને કાયદાઓની જાણકારી હોવી જરૂરી છે. આ કાર્યક્રમની પૂર્ણાહુતિ ડિસ્‍ટ્રિક્‍ટ હબ ફોર એમ્‍પાવરમેન્‍ટ ઓફ વીમેનના કર્મચારી અંકિતાબેન પટેલ દ્વારા આભારવિધિથી કરવામાં આવી હતી. પ્રાઇમ કેલીબ્રી પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ડિરેક્‍ટર, એમ.ડી., ભાઈઓ અને બહેનો, વિવિધલક્ષી મહિલા કલ્‍યાણ કેન્‍દ્ર ઉમરગામના કર્મચારી, ડિસ્‍ટ્રિક્‍ટ હબ ફોર એમ્‍પાવરમેન્‍ટ ઓફ વીમેન વલસાડના કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્રમમાં કુલ 119 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

Related posts

ડેપ્‍યુટી કલેક્‍ટર સાથે યોજાયેલ વિવિધ સમાજ અને ધર્મગુરૂઓ સાથેની બેઠકમાં દમણના દરિયા કે નદીમાં પૂજા સામગ્રી કે પ્‍લાસ્‍ટિકનું વિસર્જન નહીં કરવા તાકીદ

vartmanpravah

સલવાવ ગુરુકુળમાં નાના બાળકોના સ્‍વાગત માટે ઓરીએનટેશન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપીમાં વેપારી બોગસ વેબસાઈટમાં 94 લાખનું ટ્રાન્‍જેકશન કરી સાઈબર ક્રાઈમનો ભોગ બન્‍યો

vartmanpravah

વલસાડ જિલ્લાની 326 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં 24 ગ્રામ પંચાયતો સમરસ બની

vartmanpravah

રાજ્‍યના નાણાં ઊર્જા અને અને પેટ્રોકેમિકલ્‍સ મંત્રી કનુભાઈ દેસાઈએ ‘‘નિર્મળ ગુજરાત 2.0” અંતર્ગત વલસાડ જિલ્લા વહીવટી તંત્ર સાથે સમીક્ષા બેઠક યોજી

vartmanpravah

રોટરી ક્‍લબ દમણના સહયોગથી રવિવારે યશસ્‍વી પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસે દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસો. દ્વારા યોજાશે મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પ

vartmanpravah

Leave a Comment