October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં વેપારી બોગસ વેબસાઈટમાં 94 લાખનું ટ્રાન્‍જેકશન કરી સાઈબર ક્રાઈમનો ભોગ બન્‍યો

અદાણી ગેસની ડીલરશીપ મેળવવા સંકેત રાજેન્‍દ્ર શાહે કરેલ ટ્રાન્‍જેકશન ફ્રોડ સાબિત થતા સાઈબર ક્રાઈમ પો.સ્‍ટે.માં ફરિયાદ નોંધાવી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.09
આજકાલ ઓનલાઈન ફ્રોડના વારંવાર કિસ્‍સા પ્રકાશમાં આવતા રહે છે. તેવો વધુ એક બનાવ વાપીના વેપારી સાથે બન્‍યો છે. એક બોગસ વેબસાઈટ ઉપર અદાણી ગેસની ડિલરશીપ મેળવવા જુદા જુદા તબક્કામાં રૂા.94 લાખનું ટ્રાન્‍જેકશન કર્યા બાદ ખબર પડી કે આ બોગસ વેબસાઈટ છે તેથી વેપારીએ વલસાડ સાઈબર ક્રાઈમ પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત વિગતો પોલીસ સુત્રો મુજબ વાપીમાં રહેતા સંકેત રાજેન્‍દ્રભાઈ શાહએ ઓનલાઈન સરફીંગ કરતા એક વેબસાઈટ ઉપર અદાણી ગેસની ડિલરશીપની વિગતો હતી તેથી સંકેતભાઈએ વેબસાઈટની વિગતો મુજબ ફોર્મ ભરીને સામેથી જે જે માંગણી થતી હતી તેમ અલગ અલગ વખતે કુલ રૂા.94 લાખનું ટ્રાન્‍જેકશન આર.ટી.જી.એસ.ના માધ્‍યમથી કરતા રહેલા. અંતમાં આખી વેબસાઈટ જ બોગસ હોવાનું માલુમ પડતા તેઓ સાઈબર ક્રાઈમનો ભોગ બનતા વલસાડ સાઈબર ક્રાઈમ પોલીસ સ્‍ટેશનમાંસંકેત શાહે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ બાદ સાઈબર પો.સ્‍ટે.ના પી.આઈ. ચૌધરીએ વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે જણાવ્‍યું હતું કે, ઓનલાઈન ખરીદી કે ટ્રાન્‍જેકશન કરતા પહેલાં સતર્કતા દાખવવી જરૂરી છે જેથી સાઈબર ક્રાઈમના ભોગ ના બની શકાય.

Related posts

વલસાડ જિલ્લામાં આગામી પાંચ દિવસ તાપમાન 43 થી 45 ડિગ્રી સુધી જવાની આગાહી

vartmanpravah

મોટી દમણની વાત્‍સલ્‍ય સ્‍કૂલના ધોરણ 7 અને 8ના વિદ્યાર્થીઓએ દાભેલ ખાતે ‘વર્તમાન પ્રવાહ’ પ્રેસની લીધેલી મુલાકાત

vartmanpravah

વાપીમાં કાર્યરત રોડ, પુલ, અંડરપાસ અને હાઈવેના કામો અંગે ગાંધીનગરમાં ઉચ્‍ચ બેઠક યોજાઈ

vartmanpravah

ડીપીએલ સિઝન-રની ચેમ્‍પિયન બનતી ડાભેલની જે.ડી.કિંગ્‍સ : રનર્સ અપ કચીગામની ફેન્‍સી ઈલેવન

vartmanpravah

સંદર્ભઃ દાદરા નગર હવેલી અને દમણ-દીવના વિદ્યુત વિભાગ/નિગમનું ખાનગીકરણ_ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના દરેક નિર્ણયમાં દાનહ અને દમણ-દીવનું વિશાળ હિત સંકળાયેલું રહે છે ત્‍યારે…

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુજરાત બોર્ડ ઈંગ્‍લિશ મીડિયમ સ્‍કૂલ સલવાવમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment