October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રોટરી ક્‍લબ ઓફ વાપી દ્વારા રોટરી હરિયા હોસ્‍પિટલમાં ડોક્‍ટર-ડેની શાનદાર ઉજવણી

ડોક્‍ટરોના અમુલ્‍ય યોગદાનને સન્‍માનિત હેતુ અને તબીબી
જાગૃતિ માટે કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01: જુલાઈ તા.01 એટલે ભારતમાં ડોક્‍ટર ડે તરીકેઉજવણી કરવામાં આવે છે તે અંતર્ગત રોટરી ક્‍લબ ઓફ વાપી દ્વારા આજે સોમવારે રોટરી હરિયા હોસ્‍પિટલમાં ડોક્‍ટર ડેની શાનદાન ઉજવણી કરવામાં આવી હતી. રોટરી ક્‍લબ દ્વારા ડોક્‍ટરોના અમુલ્‍ય યોગદાન માટે સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.
હરિયા હોસ્‍પિટલમાં ઉજવવામાં આવેલ ડોક્‍ટર ડે કાર્યક્રમમાં રોટરી ક્‍લબ ઓફ વાપીના પ્રમુખ હાર્દિક કલ્‍પેશ શાહ, સેક્રેટરી જિગર પટેલ, રોટરી સભ્‍યો ક્ષૈણીક શાહ, પૂર્વ પ્રમુખ પ્રકાશ ભદ્રા, મોહીત રાજાણી, નિમેશ સાવલાએ ડો.સિંગ સહિત હોસ્‍પિટલના ડોક્‍ટરો, હેલ્‍થકેર પ્રોફેશનલને ગુલાબના ફુલ આપી સન્‍માન કરાયું હતું. આ પ્રસંગે પ્રેસિડેન્‍ટ હાર્દિક શાહે વાપીની કોમ્‍પુયનિટીને હેલ્‍ધી રાખવા બદલ આભાર માન્‍યો હતો. તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે, આવનારા દિવસોમાં ગામડાઓમાં મેડીકલ કેમ્‍પ, બ્‍લડ ડોનેશન કેમ્‍પ જેવા આરોગ્‍યલક્ષી પ્રોજેક્‍ટ હરિયા હોસ્‍પિટલના ડોક્‍ટર અને નર્સિંગ સ્‍ટાફ તથા ક્‍લબના સભ્‍યોના સાથ સહકારથી કરવામાં આવશે તેવો રોટરી ક્‍લબએ સંકલ્‍પ પણ કર્યો છે.

Related posts

વલસાડ હાઈવે ઉપર સુરતના બે મિત્રોની બાઈક પાર્ક કરેલી ટ્રક સાથે ભટકાતા અકસ્‍માતમાં એકનું મોત

vartmanpravah

મોટાપોંઢાની આદર્શ પ્રા.શાળામાં નૉટબુક વિતરણની સાથે જન્માષ્ટમી કાર્યક્રમ ઉજવાયો

vartmanpravah

વલસાડ ધરમપુર ચોકડી હાઈવે ઓવરબ્રીજ ઉપર બંધ પડેલ ટ્રકને અન્‍ય ટ્રક ભટકાતા ગંભીર અકસ્‍માત

vartmanpravah

દીવમાં પ્રવાસીઓની સુવિધામાં વધારો પર્યટન સ્‍થળોમાં નવું સોપાન

vartmanpravah

વાપી ચલા શુભમ ટાવર-2માં દેવ ઉઠી એકાદશીએ લડ્ડુ ગોપાલ મહોત્‍સવની ધામધૂમ પૂર્વક કરાયેલી ઉજવણી

vartmanpravah

દાનહઃ રખોલી સરકારી હાઈસ્‍કૂલમાં ફાયર વિભાગ દ્વારા મોકડ્રિલ યોજાઈ

vartmanpravah

Leave a Comment