October 21, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી હાઈવે દમણગંગા પુલ ઉપર ફરીવાર ખાડો પડતા દોડ મચી

બે દિવસ પહેલાં પણ ખાડો પડયો હતોઃ રોડની આવરદા અને પુલની ફીટનેસ અંગે ઉભા થયેલા સવાલો ત્રણ પૈકી એક લાઈન બંધ કરાતા ટ્રાફીક જામ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01: વાપી નેશનલ હાઈવે દમણગંગા નદીના પુલ ઉપરના રોડમાં આજે ફરીવાર ખાડો પડતા તંત્ર દોડતું થઈ ગયું હતું.
વાપી હાઈવે દમણગંગા નદી પુલના રોડ ઉપર બે દિવસ પહેલા ખાડો પડયો હતો. પુલના સળીયા ઉઘાડા થયા હતા તેનું રિપેરીંગ કામ જે તે સમયે પતાવવામાં આવ્‍યું હતું. ત્‍યાં આજે સોમવારે ફરી પુલના રોડ ઉપર બીજો ખાડો પડતા તંત્રની દોડધામ વધી ગઈ હતી. જો કે તાત્‍કાલિક ધોરણે ખાડાનું સમારકામ હાઈવે ઓથોરિટીએ કરાવી દીધું હતું. પરંતુ વારંવાર પુલ ઉપર જ ખાડા પડી રહ્યા છે ત્‍યારે સવાલ યા નિશાન એ ઉભા થાય છે કે પુલની આવરદા કેવી હશે. શું પુલનીફીટનેશ અંગે પણ ગંભીર સવાલ ખાડા પડવાની બે ઘટનાઓ થકી ઉભા થઈ રહ્યા છે.
આજે પણ ફરી હાઈવે સમારકામની કામગીરી હાથ ધરાઈ હતી તે દરમિયાન ત્રણ લાઈન પૈકી એક લાઈન બંધ કરવામાં આવતા હાઈવે ઉપર ટ્રાફિક જામ થઈ ગયો હતો.

Related posts

વાપીમાં સમસ્‍ત કચ્‍છ-સૌરાષ્‍ટ્ર આહિર સમાજ દ્વારા શરદ પૂનમની પરંપરાગત ઉજવણી

vartmanpravah

બિલયાની પ્રાથમિક શાળામાં કોરોમંડલ કંપનીએ નિર્માણ કરેલ બે ઓરડાનું કલેકટરના હસ્‍તે લોકાર્પણ

vartmanpravah

વાપીની શ્રી રાજ રાજેશ્વરી વિદ્યા મંદિર શાળાનું ગૌરવ

vartmanpravah

વલસાડની માત્ર દોઢ વર્ષની બાળકીએ મોડેલિંગ અને એક્‍ટિંગમાં વલસાડનું નામ રોશન કર્યું

vartmanpravah

…અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલે પોતાના સામર્થ્‍ય અને દૂરંદેશીથી પ્રદેશની કાયાપલટનો આરંભ કર્યો

vartmanpravah

દાનહના સામરવરણી ગામે ઝાડ કાપી રહેલ યુવાન પર ડાળી પડતા સારવાર દરમ્‍યાન મોત

vartmanpravah

Leave a Comment