Vartman Pravah
ગુજરાતવલસાડ

વલસાડ જિલ્લામાં એકપણ નવો કોરોના પોઝિટિવ કેસો નોંધાયો નથી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.19: લસાડ જિલ્લા આરોગ્‍ય વિભાગ દ્વારા મળેલી વિગતો અનુસાર જિલ્લામાં તા.19/07/2021 ના રોજ 03 દર્દીઓ સાજા થતાં તેમને હોસ્‍પિટલમાંથી ડિસ્‍ચાર્જ કરાયા છે. આજે કોવિડ-19ના નવો એકપણ કોરોના પોઝીટીવ કેસ નોંધાયો નથી. જ્‍યારે જિલ્લામાં આજની તારીખે કુલ 11 કેસો એક્‍ટિવ રહેવા પામ્‍યા છે. જી.એમ.ઇ.આર.એસ., વલસાડ ખાતે આજદિન સુધી 1,70,132 સેમ્‍પલના ટેસ્‍ટ કરાયા છે, જે પૈકી 1,63,437 સેમ્‍પલ નેગેટીવ અને 6042 સેમ્‍પલપોઝીટીવ આવ્‍યા છે. વલસાડ જિલ્લામાં કરાયેલા વેકસીનેશનની વિગતો જોઇએ તો પહેલા તબક્કામાં 15,839 હેલ્‍થ વર્કરોને પ્રથમ ડોઝ અને 12907ને બીજો ડોઝ, બીજા તબક્કામાં 24900 ફ્રન્‍ટલાઇન વર્કરોને પ્રથમ ડોઝ અને 14,404 ને બીજો ડોઝ આપવામાં આવ્‍યો છે. જ્‍યારે ત્રીજા તબક્કામાં 45 વર્ષની ઉપરના 2,68,868 વ્‍યક્‍તિઓને પ્રથમ ડોઝ અને 1,58,838 વ્‍યક્‍તિઓને બીજો ડોઝ તેમજ 18 થી 44 વર્ષની વય જૂથના 1,97,576 વ્‍યક્‍તિઓને પ્રથમ ડોઝ આપવામાં આવ્‍યો છે.

Related posts

ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિએ વલસાડ જિલ્લાના વાપી જી. આઇ. ડી. સી. વિસ્‍તારની લીધેલી મુલાકાત

vartmanpravah

વાપી નગરપાલિકા દ્વારા સમર્પણ જ્ઞાન સ્‍કૂલને બેસ્‍ટ ક્રિએટિવિટી પેઇન્‍ટિંગ એવોર્ડ એનાયત

vartmanpravah

સ્‍વાગત સપ્તાહની ઉજવણીની શરૂઆતમાં ગ્રામ સ્‍વાગત કાર્યક્રમોમાં વલસાડ જિલ્લામાંથી 608 અરજી મળી

vartmanpravah

વલસાડ ધમચાડી હાઈવે ઉપર બે કન્‍ટેનર વચ્‍ચે ગંભીર અકસ્‍માતમાં બન્નેનો ખુડદો થયો : બે ગંભીર

vartmanpravah

વાપી સલવાવમાં ગણેશ મંડળના પંડાલની પાછળ જુગાર રમતા પાંચ યુવાનો ઝડપાયા

vartmanpravah

વાપી નોટીફાઈડ બોર્ડની આગામી ટર્મની રચના જાહેર કરાઈ

vartmanpravah

Leave a Comment