October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડાના તણસાણિયા ગામના 6 યુવાનોને કંપનીમાં માર મારવામાં આવતા મામલો ગરમાયો

ભગોદમાં આવેલી સોલાન્‍સ ક્રિએટરમાં કોન્‍ટ્રાક્‍ટરે કામદારોને માર માર્યાનો આક્ષેપ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: કપરાડા તાલુકાના ભગોદમાં કાર્યરત સોલાન્‍સ ક્રિએટર કંપનીમાં છ કામદારોએ અન્‍ય ખાતામાં કામગીરી કરતા કંપનીના કોન્‍ટ્રાક્‍ટરે કામદારોને માર માર્યો હોવાનો મામલો પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ હતી.
કપરાડાના ભગોદમાં કાર્યરત સોલાન્‍સ ક્રિએટર કંપનીમાં તણસાણીયા ગામના 6 યુવકો કંપનીમાં કામ કરવા ગયા હતા ત્‍યારે દત્તા નામના કોન્‍ટ્રાક્‍ટરે બીજા વિભાગમાં કેમ કામ કરો છો તેવા મુદ્દા ઉપર છ કામદારોને માર મારવામાં આવ્‍યો હતો. મૂળ વાત હતી બીજા ખાતામાં મહેનતાણું વધારે મળ્‍યું હોવાથી કામદારો ત્‍યાં કામ કરવા ઈચ્‍છતા હતા. ઘટના બાદ આદિવાસીઓ ઉપર અત્‍યાચાર કરવા જેવી ગંભીર બાબત બહાર આવી હતી. ઘટના અંગે મામાભાચા ગામના સરપંચ, નડગધરીના સરપંચ, બોપીના માજી સરપંચ નવસુભાઈ વિગેરેએ કોન્‍ટ્રાક્‍ટર વિરૂધ્‍ધ કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.

Related posts

વલસાડ જિલ્લા પંચાયત અને છ તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપ પ્રમુખ કોણ? રાજકીય સસ્‍પેન્‍સનો અંત : નવા હોદ્દેદારો જાહેર

vartmanpravah

દાનહઃ નરોલી પંચાયત દ્વારા ગૌશાળા માટે જગ્‍યા ફાળવવા જિ.પં.ના સીઈઓ સમક્ષ માંગ

vartmanpravah

ધરમપુરમાં બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબોડકરની પુણ્‍યતિથિની ઉજવણી કરાઈ

vartmanpravah

દમણ પોલીસે માંડ 10 દિવસમાં ઘરફોડ ચોરીનો ઉકેલેલો ભેદઃ રૂા.2.50 લાખના ઘરેણાં સહિત રૂા.13800 રોકડાઅને એક મોબાઈલ બરામદ

vartmanpravah

દમણવાડાની ઉચ્‍ચ પ્રાથમિક શાળામાં ધોરણ 1માં પ્રવેશ લઈ રહેલાં બાળકોના ભવ્‍ય સત્‍કાર સાથે વર્ગખંડમાં કરાવેલો પ્રવેશ

vartmanpravah

વલસાડના દુલસાડમાં ઘાસ લઈ જતા ટેમ્‍પામાં વીજતાર અડતા લાગી આગ

vartmanpravah

Leave a Comment