મહાનુભાવો દ્વારા વૃક્ષ રથને લીલીઝંડી આપી શહેરમાં વિનામૂલ્યે વૃક્ષ વિતરણની કામગીરી હાથ ધરાઇ

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
નવસારી, તા.10: આજરોજ રૂખમણિ સોસાયટી નવસારી ખાતે વિસ્તરણ રેન્જ સુપા દ્વારા નવસારી તાલુકા કક્ષાના 75માં વનમહોત્સવની ઉજવણી તાલુકા પ્રમુખ નવસારી શ્રીમતી પ્રતિભા બેન ડી. આહીરની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ શ્રીમતી મીનલબેન દેસાઈ, પ્રાંત અધિકારી નવસારી શ્રી જનમ ઠાકોર, મામલતદાર નવસારી શહેર શ્રી અર્જુન વસાવા, જિલ્લા રમતગમત અધિકારી શ્રી અલ્પેશભાઈ પટેલ, કેતકીબેન આર. દેસાઈ, રોટરી કલબ નવસારી પ્રેસિડેન્ટ શ્રી હિતેશભાઈ શાહ તેમજ તાલુકાની વિવિધ એન.જી.ઓ., વિદ્યાર્થીઓ, નગરજનો પ્રકૃતિપ્રેમીઓની હાજરીમાં રૂખમણિ સોસાયટીના રહિશ તમામ માતાઓની હાજરીમાં ‘‘એક પેડ માઁ કે નામ” અભિયાન સાથે વાવેતર કરાયું હતું.
આ સાથે વન્યપ્રાણી સંવર્ધન માટે ઉત્કળષ્ઠ કામગીરી કરનાર એન.જી.ઓ અને વ્યક્તિઓને નવાજવામાં આવ્યા હતા. અંતે મહાનુભાવો દ્વારા વૃક્ષ રથને લીલી ઝંડી આપી શહેરમાં વિનામૂલ્યે વૃક્ષ વિતરણની કામગીરી હાથ ધરાઇ હતી.