October 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

સેન્‍ટર ઓફ એક્‍સલન્‍સ ખાતે એન્‍જિનિયર્સ એસોસિએશન ઓફ વાપી દ્વારા ટેકનિકલ સેમિનાર યોજાયો

નેટવર્ક ટેકલેબ ઈન્‍ડિયા પ્રા.લિ. દ્વારા પાવર ફેક્‍ટર અને વીજળીના બચત ઉપર પાવર પોઈન્‍ટ પ્રેઝેન્‍ટેશન દ્વારા ઉપસ્‍થિત ઉદ્યોગકારોને વિસ્‍તૃત જાણકારી આપવામાં આવી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08: ગત તા.07-09-2022ના રોજ વાપી સેન્‍ટર ઓફ એક્‍સલન્‍સ ખાતે એન્‍જિનિયર્સ એસોસિએશન ઓફ વાપી દ્વારા ટેકનિકલ સેમિનારનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં નેટવર્ક ટેકલેબ ઈન્‍ડિયા પ્રા.લિ. દ્વારા પાવર ફેક્‍ટર અને વિજળીના બચત ઉપર પાવર પોઈન્‍ટ પ્રેઝન્‍ટેશન દ્વારા ઉપસ્‍થિત ઉદ્યોગકારોને વિસ્‍તૃત જાણકારી આપવામાં આવી હતી. આ સેમિનારમાં નેટવર્ક ટેકલેબ ઈન્‍ડિયા પ્રા.લિ.ના ગિરીશભાઈ દલવી, વિકાસભાઈ શૈલી, રાજેન્‍દ્રભાઈ ગવાડ, ચંદ્રકિશોર શર્મા, નિરજભાઈ શાહ, દેવેનભાઈ ગડા ઉપસ્‍થિત રહી ઉદ્યોગકારો સાથે ઉર્જા બચત ઉપર ખૂબ જ સુંદર વિસ્‍તૃત જાણકારી આપી હતી.
આ પ્રસંગે એન્‍જિનિયર્સ એસોસિએશન ઓફવાપીના પ્રમુખ પાર્થિવ મહેતાએ સર્વેનું સ્‍વાગત પ્રવચન કર્યું હતું. અને આગામી રવિવાર તા.11મી સપ્‍ટેમ્‍બરના રોજ બ્‍લડ ડોનેશન કેમ્‍પમાં મોટી સંખ્‍યામાં હાજર રહી બ્‍લડ ડોનેટ કરવા માટે સર્વેને ઉપસ્‍થિત રહેવા માટે આમંત્રણ આપ્‍યું હતું. સેક્રેટરી કમલેશ લાડે એન્‍જિનિયર્સ એસોસિએશન ઓફ વાપીની વિવિધ પ્રવૃત્તિ વિશે માહિતી આપી હતી.
અઆપ્રસંગે ઈએવીના આઈપી જયેશ ઘટાલિયા, ખજાનચી કલ્‍પેશ બથીયા, પૂર્વ પ્રમુખો, ટ્રસ્‍ટીઓ, સભ્‍યો અને આમંત્રિત ઉદ્યોગપતિઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સહખજાનચી સંતોષ કુમારે કર્યું હતું અને આભારવિધી ઉપપ્રમુખ અંબાલાલ બાબરીયાએ કરી હતી.

Related posts

દમણગંગા નદીનો જૂનો પુલ ઉપયોગ કરનાર સામે કાયદેસર કાર્યવાહી કરાશે

vartmanpravah

ધરમપુર મૂળગામ શાળાનું નવિન બાંધકામ નબળું હોવાની હકિકતો ગ્રામજનોએ ઉજાગર કરતા અંતે બાંધકામ તોડવાની નોબત

vartmanpravah

નવસારી જિલ્લામાં અસરગ્રસ્ત થયેલા વિસ્તારોમાં વીજ પુરવઠો પુર્વવત કરાયો

vartmanpravah

સેલવાસ વિનોબાભાવે સિવિલ હોસ્‍પિટલમાં ડેન્‍ટલ વિભાગના સર્જનોને મળી મોટી સફળતા

vartmanpravah

ચીખલીના સાદકપોર બાદ હવે પીપલગભાણમાં પણ ધોળા દિવસે દીપડો લટાર મારતા નજરે પડતાં લોકોમાં ફફડાટ

vartmanpravah

દમણ ન.પા.ની ‘નેવના પાણી મોભે ચઢાવવા’ મથામણ

vartmanpravah

Leave a Comment