July 25, 2026
Vartman Pravah
ગુજરાતવાપી

મધુબન ડેમમાં પાણી આવક વધતા સાત દરવાજા ખોલી નંખાયા : 75 હજાર ક્‍યુસેક પાણી છોડાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19
છેલ્લા બે દિવસથી વલસાડ જિલ્લામાં બારેમેઘ વરસી રહ્યો છે તેમજ ઉપરવાસમાં પડી રહેલા અતિશય વરસાદને લઈ મધુબન ડેમમાં 95000 ક્‍યુસેક પાણીની આવક થતા આજે ડેમના સાત દરવાજા ખોલીને 75 હજાર કયુસેક પાણી છોડવામાં આવ્‍યું હતું. પરિણામે દમણગંગા કાંઠાના ગામો એલર્ટ કરવામાં આવ્‍યા હતા.
બે દિવસથી મેઘરાજાની ધુંવાધાર બેટીંગને લઈ જિલ્લાની નદીઓ બે કાંઠે વહી રહી છે. ક્‍યાંક પૂર જેવી સ્‍થિતિ પણ સર્જાઈ રહી છે. મધુબન ડેમમાં ઉપરવાસના વરસાદને લઈ પાણીની આવકમાં વધારો થતા દમણગંગા નદી બે કાંઠે છલકાઈ રહી હતી.
વધુ પાણી નદીમાં આવતા વાપીનો કોઝવે અતિશય ઓવરફલો થઈ પાણી વધુ વહેતા કોઝવે ઉપર પોલીસ બંદોબસ્‍ત ગોઠવવામાં આવ્‍યો હજ પણ હવામાન ખાતાની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ વલસાડ જિલ્લામાં વધુ વરસાદ પડશે.

Related posts

વલસાડ જિલ્લામાં વિજેતા ભાજપના પાંચ ધારાસભ્‍યો પૈકી ભૂપેન્‍દ્ર પટેલની નવી કેબિનેટમાં બે સ્‍થાનની શક્‍યતા

vartmanpravah

ધરમપુરમાં એક ચિકનશોપમાં ગૌમાંસ મળી આવ્‍યા બાદ તમામ ચિકનશોપમાં તપાસ કરવાની માંગ ઉઠી

vartmanpravah

વલવાડામાં પતિએ કરેલી પત્‍નીની હત્‍યા

vartmanpravah

ચીખલી નજીક બલવાડા હાઈવે પર અલ્‍ટો કાર ડિવાઈડર કૂદાવી સામેના ટ્રેક પર બ્રેઝા સાથે અથડાઈઃ એકનું મોત

vartmanpravah

વાપી જીઆઈડીસીમાં ગેરકાયદે તમાકુ પેકીંગ કરતી કંપની ઝડપાઈ : પોલીસે સીલ કરી

vartmanpravah

રાનવેરીખૂર્દની જર્જરિત આંગણવાડીની મુલાકાતે પહોંચ્‍યા ધારાસભ્ય અનંત પટેલ

vartmanpravah

Leave a Comment