April 25, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

‘નારી વંદન ઉત્સવ:’ પારડીમાં ‘નારી વંદન ઉત્સવ’ના પહેલા દિવસે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ

ઘરેલુ હિંસા અધિનિયમ-૨૦૦૫ તેમજ સાયબર ક્રાઈમ વિશે સેમિનાર યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ તા.૦૧
વલસાડ જિલ્લાના જિલ્લા કક્ષાના ‘નારી વંદન ઉત્સવ’ની મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ, ૧૮૧ મહિલા હેલ્પલાઈન અને જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના સંયુક્ત ઉપક્રમે પારડીની એન. કે. દેસાઈ સાયન્સ અને આર્ટ્સ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરી શરૂઆત કરવામાં આવી હતી. અગાઉના વર્ષોમાં તા. ૧લી ઓગસ્ટથી ૧૫મી ઓગસ્ટ સુધી મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવતી હતી જેની આ વર્ષે તા. ૧લી ઓગસ્ટથી તા.૭મી ઓગસ્ટ સુધી નારી વંદન ઉત્સવ તરીકે ઉજવણી કરવામાં આવશે. જેમાં એક અઠવાડિયા સુધી મહિલાલક્ષી જુદી જુદી થીમ ઉપર કાર્યક્રમો કરી મહિલાઓમાં જાગૃતિ આવે એ હેતુસર મહિલાઓને વિવિધ મહિલાલક્ષી કાયદાઓ, સરકારની યોજનાઓ, શિક્ષણ અને રોજગારલક્ષી માહિતીઓ આપવામાં આવશે.
જિલ્લા કક્ષાના નારી વંદન ઉત્સવ કાર્યક્રમના અધ્યક્ષ મહિલા અને બાળ વિકાસ સમિતિ વલસાડના અધ્યક્ષ શ્રીમતી રંજનબેન આર. પટેલે પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતુ કે, આજના આધુનિક યુગમાં મહિલાઓએ શિક્ષણ મેળવી પગભર થઈ સમાજમાં પોતાનું આગવું સ્થાન બનાવવું જોઈએ. દરેક મહિલાઓને સરકાર જરૂરી સહાય આપી એમના વિકાસમાં મદદરૂપ બની રહી છે. તેથી મહિલાઓએ સરકારની યોજનાઓનો લાભ લઈ સ્વનિર્ભર બનવા જણાવ્યું હતું.
કાર્યક્રમનાં અતિથિ વિશેષ નાયબ પોલીસ અધિક્ષકશ્રી મનોજ ચાવડાએ મહિલાઓની સુરક્ષા માટે જિલ્લાની પોલીસ ચોવીસ કલાક કાર્યરત છે એમ જણાવતા કહ્યું હતું કે, “આજના યુગમાં મહિલાઓ પણ સાયબર ક્રાઈમ અને ફ્રોડનો ભોગ બને છે એ માટે દરેકે સચેત રહેવું. તેમ છતાં કોઈ સાયબર ફ્રોડનો ભોગ બને તો તરત જ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નં. ૧૯૩૦ ડાયલ કરી મદદ મેળવી શકે છે. બીજા કોઈ પણ પ્રકારના ક્રાઈમ થતા હોય ત્યારે ૧૦૦ નંબર તેમજ ઘરેલુ હિંસા, છેડતી કે કોઈપણ પ્રકારની હેરાનગતિ માટે ૧૮૧ મહિલા હેલ્પલાઈન નંબર પર ૨૪ કલાક ફોન કરી મદદ મેળવી શકો છે કે બીજી કોઈ મહિલા સાથે થતા અત્યાચારોને રોકી શકો છો. કાનુની કાયદાઓનો સાચી રીતે ઉપયોગ કરી ન્યાય મેળવવો. શિક્ષણથી આત્મનિર્ભર બની દેશના વિકાસમાં ફાળો આપવા બદલ અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છઓ પાઠવું છું.’’
જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રી કમલેશ ગિરાસેએ ઘરેલુ હિંસા અધિનિયમ – ૨૦૦૫ અંતર્ગત પ્રેઝેન્ટેશન આપી મહિલાઓને ઘરેલું હિંસા સામે જરૂરી કાયદાકીય પગલા લેવા જણાવ્યું હતું તેમજ અધિનિયમ અંતર્ગત ફરિયાદ કરી પોતાની આસપાસ થતી ઘરેલુ હિંસા રોકવા પ્રોત્સાહન આપ્યું હતું.
કાર્યક્રમમાં પારડી પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી મયુર પટેલે સરકાર દ્વારા તાજેતરમાં જ શરૂ કરાયેલ ઈ-એફઆઈઆર વિશે વિસ્તૃત માહિતી આપી હતી. વાહન અને મોબાઈલ ચોરી માટે મોબાઈલ અપ્લિકેશન દ્વારા પણ FIR કરી શકાય છે. અપ્લિકેશન દ્વારા FIR કરતાં સંબંધિત પોલીસ સ્ટેશનમાં માહિતી પહોચી જતા જરૂરી કાર્યવાહી શરૂ કરી દેવામાં આવે છે. તેમજ કાર્યવાહીની દરેક માહિતી અરજીકર્તાને SMS દ્વારા આપવામાં આવે છે અને ૩૦ દિવસમાં અરજીનો નિકાલ કરવામાં આવે છે.
પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી પી.ડી.જાનીએ સાયબર ક્રાઈમ વિશે પ્રેઝેન્ટેશન દ્વારા વિસ્તૃત જાણકારી આપી હતી. સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક શ્રીમતી કંચનબેન પટેલે નિરાશ્રિત મહિલાઓને સખી વન સ્ટોપ સેન્ટરના છત નીચે આશરો આપી પોલીસ, આરોગ્ય અને વકીલની સુવિધા આપવામાં છે ઉપરાંત એમના ભોજન, અને કપડાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે એમ જણાવ્યું હતું. ઘરેલુ હિંસા, દહેજ અને બીજા પારિવારીક ઝઘડાઓમાં મહિલાઓનું અને એમના પરિવારનું કાઉન્સેલિંગ કરી જરૂરી કિસ્સાઓમાં મહિલાઓને સરકારના કાયદાઓ વિશે માહિતી આપવામાં આવે છે એમ વલસાડ પી.બી.એસ.સી.ના કાઉન્સેલર દિવિશાબેને જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં એન.કે.દેસાઈ સાયન્સ અને આર્ટ્સ કોલેજ પારડીના આચાર્ય, શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

વાપી મોરાઈ હાઈવે ઉપરથી દારૂનો જથ્‍થો ભરેલ કાર અને પાયલોટ કારને પોલીસે ઝડપી

vartmanpravah

સાયલી ગામમાં પી.ટી.એસ. નજીક દીપડો દેખાતા પાંજરું ગોઠવવામાં આવ્‍યું

vartmanpravah

પારડી ઓવરબ્રીજ પર ચાલી રહેલ ટેમ્‍પામાં અચાનક આગ ભભૂકી ઉઠી

vartmanpravah

નમો એજ્‍યુકેશન એન્‍ડ રિસર્ચ ઈન્‍સ્‍ટિટયૂટ અને શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલ, સેલવાસ દ્વારા કરાયેલું પ્રશિક્ષણ શિબિરનું આયોજન

vartmanpravah

સરપંચ શંકરભાઈ પટેલની અધ્‍યક્ષતામાં ભારત સરકારની ‘સબકી યોજના, સબકા વિકાસ’ જીપીડીપી અંતર્ગત કડૈયા ગ્રામ પંચાયતની મળેલી ગ્રામસભા

vartmanpravah

વલસાડ ખાતે રાષ્‍ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત ક્રેડિટ કેમ્‍પ યોજાયો

vartmanpravah

Leave a Comment