December 20, 2025
Vartman Pravah
ગુજરાતવલસાડ

વલસાડ તિથલ બીચ સહેલાણીઓ માટે ખુલ્લો મુકાયો: શનિ-રવિવારે બીચ બંધ રાખવામાં આવશે : સહેલાણીઓનું આગમન શરૂ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)

વાપી, તા.20

વલસાડ જિલ્લામાં કોરોના સંક્રમણને લઈ તમામ જાહેર પર્યટન સ્‍થળો છેલ્લા ચાર મહિનાથી બંધ રાખવામાં આવ્‍યા હતા. પરંતુ સંક્રમણ નામશેષ થતાં આજથી વલસાડ તિથલ બીચ વહીવટીતંત્ર દ્વારા ખુલ્લો  રાખવાનો નિર્ણય લેવામાં આવ્‍યો છે.

દક્ષિણ ગુજરાતમાં તિથલબીચનું પર્યટકોમાં ભારે આકર્ષણ જોવા મળે છે. આ બીચ ઉપર નિરંત હજારો પર્યટકો સહેલગાહે આવે છે પરંતુ સંક્રમણને લઈ તિથલ  બીચ બંધ રાખવામાં આવ્‍યો હતો. સ્‍થાનિક વેપારીઓ અને કિનારા ઉપર ચાલતા લારી ગલ્લાવાળા તેમજ તિથલ પંચાયત તરફથી માંગણી કરવામાં આવતા વહીવટીતંત્રએ આજથી તિથલ બીચ ખુલ્લો રાખવાનો નિર્ણય કર્યો છે. જિલ્લાના અન્‍ય પ્રવાસન સ્‍થળો પણ હવે ક્રમશઃ ખુલ્લા રાખવામાં આવી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, તિથલ બીચ સપ્તાહમાં પાંચ દિવસ જ ખુલ્લો રહેશે, શનિ અને રવિવારે બંધ રહેશે તેવું જાહેર કરવામાં આવ્‍યું છે. આજે પણ બીચ ઉપર પ્રવાસીઓ ઉમટી પડયા હતા તેમજ દરિયાના મોજા 10થી 1પ ફૂટ ઊંચા લહેરાતા જોવા મળ્‍યા હતા.

Related posts

વાપી સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં પ્રિ- પ્રાયમરીના નાના ભુલકાઓનો પતંગોત્‍સવ ઉજવાયો

vartmanpravah

બગવાડાની યુવતીએ સંબંધ રાખવાની ના કહેતા તીઘરના યુવકે પ્રવાહી પીવડાવ્‍યું

vartmanpravah

ચીખલી તાલુકાના રાનકુવા હાઇસ્કુલ ખાતે સ્નેહા 2.0 ઉદ્દઘાટન કરવામાં આવ્યું ઃ

vartmanpravah

ઉમરગામ તાલુકાના સરપંચોમાં સાંસદ કે. સી. પટેલ પ્રત્‍યે ભારે નારાજગી

vartmanpravah

શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ સલવાવ ખાતે ‘‘વુમન ડેવલપમેન્‍ટ સેલ” દ્વારા મહિલાસશક્‍તિકરણ પર જાગૃતિ વાર્તાલાપ

vartmanpravah

વાપી ગોદાલનગર ખાતે એપેક્‍સ મેટરનિટી અને ચિલ્‍ડ્રન હોસ્‍પિટલનું કરવામાં આવેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

Leave a Comment