Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તથા આસપાસના પાંચ ગામોની 31 હજારથી વધુની વસ્‍તી પરંતુ જગ્‍યાના અભાવે કચરા નિકાલની કોઈ વ્‍યવસ્‍થા નથી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.18: તાલુકા પંચાયત દ્વારા નાણાપંચની ગ્રાન્‍ટમાંથી સેગ્રીગેશન શેડ અને મશીનરી ખરીદી માટે કરવામાં આવેલ 40-લાખ રૂપિયાની જોગવાઈ પણ જગ્‍યાના અભાવે નિરર્થક રહે તેવો ઘાટ સર્જાવા પામ્‍યો છે.
હાલમાં નવસારીના સાંસદ સી.આર.પાટીલ દ્વારા સમગ્ર જિલ્લામાં સ્‍વચ્‍છતા અભિયાન ચલાવાઈ રહ્યું છે. અને ગામે ગામ તેની સાનુકૂળ અસર પણ જોવા મળી રહી છે. પરંતુ કચરાના નિકાલ માટે ગામે ગામ જગ્‍યાનો અભાવ સર્જાઈ રહ્યો છે. સાફ સફાઈ બાદ સૂકો અને ભીનો કચરો અલગ કરી જરૂરી પ્રક્રિયા સાથે તેનો નિકાલકરવામાં આવે તો ગંદકી પણ ન ફેલાઈ અને પર્યાવરણને પણ નુકશાન ન થાય.
ઉપરોક્‍ત સ્‍થિતિમાં સૂકો-ભીના કચરાના નિકાલ માટે જરૂરી મશીનરી સાથેની ડમ્‍પીંગ સાઈટ જરૂરી છે. પરંતુ તાલુકા મથક ચીખલીની જ વાત કરીએ તો જગ્‍યા નથી. હાલે જ્‍યાં કાવેરી નદીના કિનારે કચરો નાંખી સમયાંતરે સળગાવી દેવામાં આવે છે. પરંતુ આ જગ્‍યા ઉપર ચોમાસામાં પુરના પાણી ફરી વળતા હોય તેવામાં કોઈ મશીનરી સ્‍થાપિત કરવાનો મતલબ નથી. પાડોશીના ખૂંધ ગામનો કચરો પણ અહીં જ ઠલવાય છે. બાજુના સમરોલી ગામમાં જુના વલસાડ રોડ સ્‍થિત જગ્‍યામાં કચરો નાંખી સળગાવી દેવામાં આવે છે. થાલા ગામા પાસે જગ્‍યા છે પરંતુ તે પૂરતી નથી. બીજા એક ચીખલીને અડીને આવેલા મજીગામમાં પણ કચરાના નિકાલ માટે કોઈ કાયમી વ્‍યવસ્‍થા નથી.
વર્ષ 2011 મુજબ જોઈએ તો ચીખલીમાં 7025, થાલામાં 4169, ખૂંધમાં 8929, સમરોલીમાં 8189 અને મજીગામની 3303 જેટલી સાથે કુલ 31,615 ની વસ્‍તી છે. આમ ચીખલી તથા આજુબાજુના ખૂંધ, સમરોલી, થાલા અને મજીગામ પણ વેપારી મથક તરીકે ઉભરી રહ્યા છે. ઉપરાંત આ ગામોમાં ઘણીબધી સોસાયટીઓ સાથે રહેણાંક વિસ્‍તાર પણ વિકસ્‍યો છે. ત્‍યારે આ પાંચ ગામો વચ્‍ચે એક મોટી ડમ્‍પીંગ સાઈટ હોય કે જેમાં કચરાનો પધ્‍ધતિસરનો નિકાલકરી શકાય. પરંતુ આ માટે જરૂરી જમીનનો જ પ્રશ્ન સતાવી રહ્યો છે. જગ્‍યા ઉપલબ્‍ધ હોય તો આ પાંચ ગામો સાથે સાદકપોર, તલાવચોરા જેવા ગામોને પણ સમાવી શકાય.
ચીખલી તાલુકા પંચાયત દ્વારા ચીખલીમાં ડમ્‍પીંગ સાઈટ ડેવલોપ કરવા માટે નાણાપંચની ગ્રાન્‍ટમાં સેગ્રીગેશન શેડ અને મશીનરી માટે રૂ.40-લાખની ગ્રાંટ પણ ફાળવવામાં આવી છે. પરંતુ પૂરતી જગ્‍યા નજીકના ગામમાં ન મળે તો આ જોગવાઈ નિરર્થક રહે તેવી સ્‍થિતિ વચ્‍ચે આ પ્રશ્નના નિરાકરણ માટે સ્‍થાનિક આગેવાનો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ રસ દાખવે તે જરૂરી છે.

Related posts

દમણઃ કડૈયા ગ્રુપ ગ્રા.પં. ખાતે ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’નું કરાયું શાનદાર સ્‍વાગત

vartmanpravah

વાપી છીરી ગ્રામ પંચાયતની બેદરકારીને લીધે વરસાદમાં 150 ઉપરાંત પરિવારોનો રાતવાસો રોડ ઉપર

vartmanpravah

ચીખલીના રાનવેરીકલ્લા ગામે બે પુત્રીઓએ પિતાના પાર્થિવદેહને આપેલો અગ્નિદાહ

vartmanpravah

દાનહ પ્રશાસન દ્વારા સંચાલિત સેલવાસના સ્‍પોર્ટ્‍સ કોમ્‍પ્‍લેક્ષના તરણકુંડમાં અભ્‍યાસ કરતા કિશોરનું ડૂબી જતાં મોત : તરણકુંડના સંચાલકો સામે પ્રશ્નાર્થ

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર શાકભાજીના ટેમ્‍પોમાં છુપાવેલ દારૂનો જથ્‍થો ઝડપાયો

vartmanpravah

મેરી માટી મેરા અભિયાનની ઉજવણી વાપી કે.બી.એસ. કોલેજ દ્વારા કરવામાં આવી

vartmanpravah

Leave a Comment