January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ અબ્રામામાં કોફી કલ્‍ચર કાફેમાં ગ્રાહકના ફૂડ સિઝલરમાંથી વંદો નિકળ્‍યાનો ગ્રાહકે દાવો કર્યો

ગ્રાહકે ફૂડ એન્‍ડ ડ્રગ વિભાગને જાણ કરી ઘટના સોશિયલ મીડિયામાં
વાયરલ થતા ચકચાર

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: બહારનું ફૂડ ખાતા હો તો સત્તરવાર વિચાર કરજો કારણ કે કંઈક તેવી જ ઘટના વલસાડના અબ્રામા વિસ્‍તારમાં કાર્યરત આધુનિક કોફી કલ્‍ચર કાફેમાં બુધવારે રાત્રે ગ્રાહકને પિરસવામાં આવેલ સિઝલરમાંથી વંદો નિકળ્‍યો હતો. ગ્રાહકે ફૂડ એન્‍ડ ડ્રગ વિભાગને જાણ કરી હતી. આ ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી જવા પામી હતી.
અબ્રામા સ્‍થિત કોફી કલ્‍ચર કાફેમાં એક ગ્રાહકે સિઝલરનો ઓર્ડર આપ્‍યો હતો તે મુજબ ગ્રાહકને સિઝલર પીરસવામાં આવેલ પરંતુ અચાનક ગ્રાહકનું ધ્‍યાન ગયું. સિઝલરમાં તો વંદો (કોકરોઝ) છે. તુરત ગ્રાહકે વિડિયો બનાવીને હંગામો મચાવી દીધો હતો. ત્‍યારબાદ ગ્રાહકે ફૂડ એન્‍ડ ડ્રગ વિભાગને જાણ કરી હતી. ફૂડ-ડ્રગ વિભાગ આગળ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. છેલ્લા અમુક દિવસોમાં રાજ્‍યના વિવિધ સ્‍થળોએ ખાદ્ય પદાર્થોમાંથી જીવ-જંતુ નિકળતા હોવાની ઘટનાઓ સામે આવેી ચુકેલી છે. અગાઉ વેફરના પેકેટમાંથી ફ્રાય દેડકો-નમકીનમાંથીગરોળી નિકળ્‍યાના બનાવો બની ચૂક્‍યા છે ત્‍યારે હવે નિષ્‍કર્ષ એ નિકળે છે કે બહારનું ખાવાનો ખાવાનો સો વાર વિચાર કરવો પડશે.

Related posts

પારડી પોલીસ સ્‍ટેશન અને કોર્ટ વચ્‍ચે બનાવેલ પિકઅપ બસ સ્‍ટેન્‍ડ પાછળથી શંકાસ્‍પદ લાશ મળતા અનેક તર્ક વિતર્ક

vartmanpravah

વાંસદા તાલુકામાંથી પસાર થતાં વાપી-શામળાજી રાષ્‍ટ્રીય ધોરીમાર્ગ-56 ઉપર સ્‍લેબ ડ્રેઈન તૂટી જતા હાઈવે બંધ કરાયો

vartmanpravah

સ્‍વાતંત્ર્ય પર્વની રાજ્‍ય કક્ષાની ઉજવણી પૂર્વે વલસાડમાં સાઈકલ રેલી નીકળી

vartmanpravah

વાપી ચલાના શોપિંગ મોલના ધાબા ઉપર યુવકે નગ્ન થઇ હાઈ વોલ્‍ટેજ ડ્રામા કર્યો 

vartmanpravah

સમરોલીની પ્રાથમિક શાળાના ઓરડાઓના બાંધકામમાં ગેરરીતિના અખબારી અહેવાલ બાદ જિલ્લા પ્રોજેક્‍ટ કો-ઓર્ડીનેટર દ્વારા એજન્‍સીને પાઠેવેલી નોટિસ 

vartmanpravah

પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં 75માં પ્રજાસત્તાક દિનની ઉજવણી થઈ

vartmanpravah

Leave a Comment