ગ્રાહકે ફૂડ એન્ડ ડ્રગ વિભાગને જાણ કરી ઘટના સોશિયલ મીડિયામાં
વાયરલ થતા ચકચાર
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.04: બહારનું ફૂડ ખાતા હો તો સત્તરવાર વિચાર કરજો કારણ કે કંઈક તેવી જ ઘટના વલસાડના અબ્રામા વિસ્તારમાં કાર્યરત આધુનિક કોફી કલ્ચર કાફેમાં બુધવારે રાત્રે ગ્રાહકને પિરસવામાં આવેલ સિઝલરમાંથી વંદો નિકળ્યો હતો. ગ્રાહકે ફૂડ એન્ડ ડ્રગ વિભાગને જાણ કરી હતી. આ ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી જવા પામી હતી.
અબ્રામા સ્થિત કોફી કલ્ચર કાફેમાં એક ગ્રાહકે સિઝલરનો ઓર્ડર આપ્યો હતો તે મુજબ ગ્રાહકને સિઝલર પીરસવામાં આવેલ પરંતુ અચાનક ગ્રાહકનું ધ્યાન ગયું. સિઝલરમાં તો વંદો (કોકરોઝ) છે. તુરત ગ્રાહકે વિડિયો બનાવીને હંગામો મચાવી દીધો હતો. ત્યારબાદ ગ્રાહકે ફૂડ એન્ડ ડ્રગ વિભાગને જાણ કરી હતી. ફૂડ-ડ્રગ વિભાગ આગળ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. છેલ્લા અમુક દિવસોમાં રાજ્યના વિવિધ સ્થળોએ ખાદ્ય પદાર્થોમાંથી જીવ-જંતુ નિકળતા હોવાની ઘટનાઓ સામે આવેી ચુકેલી છે. અગાઉ વેફરના પેકેટમાંથી ફ્રાય દેડકો-નમકીનમાંથીગરોળી નિકળ્યાના બનાવો બની ચૂક્યા છે ત્યારે હવે નિષ્કર્ષ એ નિકળે છે કે બહારનું ખાવાનો ખાવાનો સો વાર વિચાર કરવો પડશે.