ફલેટ ધારકોનો ગંભીર આક્ષેપ : ગટરનું પાણી પીવામાં મીક્ષ થાય છે. ગેસ્ટો જેવી બીમારી બાળકો, બુઝુર્ગ પીડાઈ રહ્યા છે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.04: વાપી ચલા પોશ વિસ્તારમાં આવેલ પ્રમુખ ઓરા ટાઉનશીપમાં બુધવારે રાત્રે ફલેટ ધારકો ડેવલોપરની ઓફીસ પ્રમુખ હાઉસ આગળ સેંકડોની સંખ્યામાં ભેગા થઈ બિલ્ડર વિરૂધ્ધ હલ્લાબોલ મચાવી દીધો હતો. મામલો વધુ ઉગ્ર બનતા ટાઉન પોલીસ ઘટના સ્થળે દોડી જઈ મામલો સંભાળવાની પોલીસને નોબત આવી હતી.
વાપી ચલામાં પ્રમુખ ઓરા રેસિડેન્સી 400 ઉપર ફલેટ ઓનર્સ રહે છે. સોસાયટીમાં ગટરનું પાણી પાવાના પાણી સાથે મીક્ષ થતુ હોવાની ચોંકાવનારી હકીકતો ફલેટ ઓનર્સોને ધ્યાનમાં આવતા મામલો અતિ ઉગ્ર બન્યો હતો. ડેવલોપરની ઓફીસ પ્રમુખ હાઉસ આગળ સેંકડો ફલેટ ધારકો ઉપસ્થિત થઈને બરાબર હલ્લાબોલ મચાવી દીધી હતી. મહિલાઓએ આક્ષેપ કર્યા હતા કે ગટરનું પાણી પવાના પાણી સાથે મીક્ષ થઈ રહ્યું હોવાની હકિકતો બહાર આવે છે તેથી બાળકો, વૃધ્ધોને ગેસ્ટ્રો જેવી બિમારીઓનો લાંબા સમયથી પીડાઈ રહ્યા છે. બિલ્ડર ડેવલોપરોને અનેકવાર રજૂઆત કરી છે. પરંતુ હાથ ઊંચા કર્યાનો રહીશોએ આક્ષેપ કર્યો છે. મામલો રાતના 10:30 વાગ્યા સુધી ઉગ્ર રહ્યો હતો. ઘટના સ્થળે સાવચેતી માટે ટાઉનપોલીસ હાજર રહી હતી.