July 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

એસઆઈએની ટીમમા હવે પડતર પ્રશ્નોના ઉકેલ લાવવાની દેખાઈ રહેલી ઉત્‍સુકતા

જીઆઈડીસીએ એસઆઈએને ફાળવેલ પ્‍લોટ અને નોટિફાઇડ ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર માટે ફાળવેલ જમીન તેમજ કોમન ઈન્‍ફયુઅન્‍ટ ટ્રીટમેન્‍ટ પ્‍લાન્‍ટ ફાળવવાની બાકી રહેલી જમીનને હાંસલ કરવા યોગ્‍ય દિશામાં હાથ ધરેલી કાર્યવાહીના ભાગરૂપે એડવાઈઝર કમિટીના ચેરમેન શિરીષભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ એસઆઈએ પ્રેસિડન્‍ટ નિર્મલભાઈ દુધાની અને સેક્રેટરી કૌશિકભાઈ પટેલ, જોઈન્‍ટ સેક્રેટરી આનંદ પટેલ અને સેહુલ પટેલે જિલ્લા અધિક કલેક્‍ટરની રૂબરૂ મુલાકાત કરી દોરેલું ધ્‍યાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.07: સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનની વર્તમાન ટીમે ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર જમીનને લગતા લાંબા સમયથી વણઉકેલ રહેલા પ્રશ્નોના નિરાકરણ માટે સફળતા પ્રાપ્ત થાય એ દિશામાં પ્રયત્‍નો હાથ ધર્યા છે. જેના ભાગરૂપે એસઆઈએની ટીમે વલસાડ જિલ્લા અધિક કલેક્‍ટર શ્રીમતી એસઆર ઝાની રૂબરૂમુલાકાત કરી સર્જાયેલી ટેક્‍નિકલ ખામીને દૂર કરવા રજૂઆત કરી છે.
વિગતે જોતા જીઆઇડીસીએ 1999 માં એસઆઈ એને પ્‍લોટ નંબર 1241 અને 2003માં નોટિફાઇડ કચેરીને પ્‍લોટ નંબર 1242 ની ફાળવણી કરી હતી. પરંતુ જીઆઇડીસી આ પ્‍લોટનો કબજો હજુ સુધી આપી શકી નથી અને આપવામાં નિરસ્‍તા દાખવી રહી હતી. જીઆઇડીસીના અધિકારીઓ ખાનગી કંપનીને જ્‍યારે પ્‍લોટની ફાળવણી કરે છે એનો તાત્‍કાલિક કબજો સોપવા ઉત્‍સુકતા દાખવે છે એવી પ્રમાણિકતા અહીં નહીં દાખવતા ખાનગી જમીન માલિક લાભ લેવામાં સફળ થયો હતો અને સાતબારાની નકલ ઉપર એમના નામની નોંધ ચઢી જવા પામી હતી. આ કાયદાકીય ગૂંચનો યોગ્‍ય રીતે નિકાલ કરવામાં જીઆઇડીસીના અધિકારીઓ અથવા એસઆઈએના પ્રમુખોએ આજ દિન સુધી યોગ્‍ય દિશામાં કામગીરી કરી નથી. એવી જ રીતે બીજા મુદ્દામાં સીઈટીપીના પાછળના ભાગે ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર માટે 65000 સ્‍ક્‍વેર મીટર જમીન જીઆઇડીસી દ્વારા ફાળવવાનું નક્કી કરવામાં આવેલું છે. આ જમીનમાંથી 35,000 સ્‍ક્‍વેર મીટર જગ્‍યા ઉપર ટીએસડીએફની સુવિધા, 10000 સ્‍ક્‍વેર મીટર જગ્‍યા ઉપર ડોમેસ્‍ટિક વેસ્‍ટ ડમ્‍પિંગ સાઈટ સુવિધા અને સીઈટીપીને બાકી રહેલી 19,500 સ્‍ક્‍વેર મીટર જગ્‍યા ફાળવવાની છે. પરંતુ આ જગ્‍યાને લાગુ વન વિભાગની અને ખાનગી માલિકીની સર્વે નંબર 27ની જમીન આવેલી છે જેના કારણે હદ બાબતે વિવાદ સર્જાઈ રહ્યો છે. આ ઘટનામાં પણ જીઆઇડીસીના અધિકારીઓ વિવાદનો ઉકેલ આવતો નથી. હવે આ સમગ્ર વિવાદિત પ્રકરણને સરળતાથી ઉકેલ લાવવા માટે એસઆઇએની ટીમે જીઆઇડીસીના અધિકારીઓ તેમજ ડીઆઇએલઆર વિભાગ અને વલસાડ જિલ્લા અધિક કલેક્‍ટરનો સંપર્ક કરી ઝડપથી નિરાકરણ આવે એવા પ્રયાસ હાથ ધર્યા છે.

Related posts

સેલવાસના ડેપ્‍યુટી કલેક્‍ટર ચાર્મી પારેખે દિવ્‍યાંગ સ્‍કાઉટ ગાઈડ સાથે મનાવેલો શિક્ષક દિવસ

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ દ્વારા સદસ્‍યતા અભિયાનનો પ્રારંભઃ હજારો સભ્‍યોએ બાંધી ભાજપની કંઠી

vartmanpravah

વણાંકબારામાં એક પરિવારના તમામ સભ્‍યોને જીવતા સળગાવીને મારી નાખવા કરાયેલા પ્રયાસમાં દીવ પોલીસે આરોપીની કરેલી ધરપકડ: કોર્ટે 3 દિવસના મંજૂર કરેલા પોલીસ રિમાન્‍ડ

vartmanpravah

સેલવાસની સવિતા તાનાજી પાટીલે વર્ષ 2019-20માં ‘લૉ ઓફ ટોર્ટ’ વિષયમાં વીએનએસજી યુનિવર્સિટીમાં પ્રથમ સ્‍થાન પ્રાપ્ત કરતા લૉ કોલેજ અને પારડી પીપલ્‍સ બેન્‍ક દ્વારા સન્‍માનિત કરાયા

vartmanpravah

દીવ ખાતે રાષ્‍ટ્રીય એકતા દિવસ નિમિત્તે દીવ પ્રશાસન દ્વારા એકતા માટે દોડનું કરાયેલું આયોજન

vartmanpravah

વલસાડ જિલ્લા કલેક્‍ટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષ સ્‍થાને જિલ્લા પુરવઠા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

Leave a Comment