October 21, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વન વિભાગ સાવધાન!: ઉમરગામ જીઆઇડીસીને લાગુ ગામડાઓમાની જંગલ ખાતાની જમીન પર ભૂમાફિયાઓની બગડી રહેલી દાનત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.07: ઉમરગામ જીઆઇડીસીને લાગુ ગામડાઓમાં ઈન્‍ડસ્‍ટ્રીયલ પાર્ક અને ઔદ્યોગિક એકમોનો વ્‍યાપ વધતા જોવા મળી રહ્યો છે. આ પ્રકારે સ્‍થાપિત થઈ રહેલા એકમોને જીઆઇડીસીએ ઉભી કરેલી પાયાની સુવિધાનો સીધેસીધો લાભ પણ મળી રહ્યો છે. નોટિફાઇડના અધિકારીઓની રહેમ હેઠળ આ પ્રકારની ગતિવિધિ ચાલી રહી છે.
ઉમરગામ જીઆઇડીસી વિસ્‍તારનાં લાગુ દહેરી, દહાડ, સોળસુંબા, પળગામ, ટીંભી વિગેરે જેવાં કેટલાંક ગામોમાં ઈન્‍ડસ્‍ટ્રીલ પાર્ક, એસ્‍ટેટ અને સ્‍વતંત્ર ઔદ્યોગિક એકમો બનતાં જમીનનાં ભાવો આસમાને પહોંચી ગયાં છે. ખાસ કરીને ઉમરગામ નોટિફાઇડ વિસ્‍તારને લાગુની જમીનોનાં ભાવો વધુ ઊંચકાયેલા છે.
દહેરી અને સોળસુંબા ગામની જમીનો આમાં મોખરે હોવાનું જાણવાં મળ્‍યું છે. કેટલાંક જમીન ચોરટાઓ જમીન ખરીદવા કે અતિક્રમણ કરવાં ઉમરગામ તાલુકામાં આવેલી ગૌચરની જમીન, સરકારી જમીન, 73એએનીજમીન કે પછી, જંગલ હસ્‍તકની જમીનોને પણ છોડી ન હોવાની ચર્ચા જોવા મળી રહી છે. જંગલ ખાતાની જમીનનો સર્વે નંબર તેમજ નકશાની અને હદની જાણકારીથી ગ્રામ પંચાયતો અજાણ છે. જેના કારણે ભુમાફીઓને વધુ ફાવટ આવેલી હોવાનું અંદાજવામાં આવી રહ્યું છે.
ઉમરગામ અને સોળસુંબા ફોરેસ્‍ટ બીટમાં આવેલી જંગલ જમીનનાં ક્ષેત્રફળ મેળની ચોકસાઈ બાબતે વલસાડ જીલ્લા વન વિભાગનાં અધિકારીઓએ ઘટતું કરવું જોઈએ. જેથી કોઈ જમીન ચોર ઈન્‍ડસ્‍ટ્રીલ પાર્ક, એસ્‍ટેટ કે પછી સ્‍વતંત્ર ઔદ્યોગિક એકમોનું જંગલની જમીનમાં અતિક્રમણ કરાવી, આ જમીન વેચી મારી હોય તો તેની વિગતો મેળવી તેમની સામે કાર્યવાહી કરી શકે.
વન વિભાગનાં સુત્રો પાસેથી જંગલ વિસ્‍તારની મળતી માહિતી મુજબ, ઉમરગામ બીટમાં અનુક્રમે, ઉમરગામ, દહેરી અને ગોવાડા ગામો આવે છે. જેમાં, ઉમરગામનો અનામત જંગલ વિસ્‍તાર 18.88 હેકટર છે. રક્ષિત જંગલ વિસ્‍તાર 2.18 હેકટર છે. દહેરીનો અનામત જંગલ વિસ્‍તાર 8.68 હેકટર છે. રક્ષિત જંગલ વિસ્‍તાર 8.75 હેકટર છે. ગોવાડાનો અનામત જંગલ વિસ્‍તાર 57.93 હેકટર છે. રક્ષિત જંગલ વિસ્‍તાર 1.49 હેકટર છે. એજ પ્રમાણે, સોળસુંબા બીટમાં અનુક્રમે, ભાઠી કરમબેલી, ટીંભી અને પળગામ ગામો આવે છે. જેમાં, ભાઠી કરમબેલીનો રક્ષિતજંગલ વિસ્‍તાર 26.75 હેકટર છે. પળગામનો રક્ષિત જંગલ વિસ્‍તાર 15.92 હેકટર છે. આમ આ પ્રકરણમાં વન વિભાગે નકશા અને સાતબારાની નકલ સાથે ક્ષેત્રફળનો તાળો મેળવી ચોકસાઈ કરવાની જરૂરત જણાઈ રહી છે.

Related posts

દમણ જિલ્લા ભાજપ પ્રમુખ અસ્‍પી દમણિયાએ દીવ કાર્યાલયની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

સેલવાસ-ખાનવેલ સાકરતોડ નદીમાં આવેલા પૂરના કારણે આદિવાસીઓના ઘરોમાં પૂરના પાણી ફરી વળ્‍યા

vartmanpravah

આજે વિશ્વ આદિવાસી દિવસઃ જિલ્લામાં પશુપાલન ક્ષેત્રે આદિવાસી મહિલા અગ્રેસર

vartmanpravah

‘વિકસિત ભારત, મોદીની ગેરંટી’  દાનહ અને દમણ-દીવે શિક્ષણના ક્ષેત્રે આભને આંબતી કરેલી દમદાર પ્રગતિ

vartmanpravah

વલસાડની સરસ્‍વતી સ્‍કૂલમાં તા.14 અને 15 ના રોજ વાર્ષિકોત્‍સવ ધામધૂમથી ઉજવાશે

vartmanpravah

દીવ ભાજપ દ્વારા ડો. શ્‍યામાપ્રસાદ મુખરજીની પુણ્‍યતિથિ નિમિત્તે પુષ્‍પાંજલિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment