October 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદીવ

વણાંકબારામાં એક પરિવારના તમામ સભ્‍યોને જીવતા સળગાવીને મારી નાખવા કરાયેલા પ્રયાસમાં દીવ પોલીસે આરોપીની કરેલી ધરપકડ: કોર્ટે 3 દિવસના મંજૂર કરેલા પોલીસ રિમાન્‍ડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા. 09 : દીવના વણાંકબારામાં એક વ્‍યક્‍તિએ પોતાના આખા પરિવારને જીવતો સળગાવીને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો જેમાં ઈસમે ઘરને આગ ચાંપી દીધી હતી. આ કેસમાં વણાંકબારા કોસ્‍ટલ પોલીસે પરિવારના સંબંધીની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કર્યો હતો, કોર્ટે આરોપીને 3 દિવસની પોલીસ કસ્‍ટડીમાં મોકલી દીધો હતો.
પ્રાપ્તમાહિતી અનુસાર, 6 ફેબ્રુઆરીના રોજ દીવના વણાંકબારામાં એક પરિવાર આગની ઘટનાથી બચી ગયો હતો. 469, જલારામ સોસાયટી, વણાંકબારામાં રહેતી પીડિતા શ્રીમતી સવિતાબેન કાનજી સોલંકી (ઉ.વ.55)એ પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને જણાવ્‍યું હતું કે 1 ફેબ્રુઆરીની રાત્રિના મળસ્‍કે 3.45 વાગ્‍યાના સુમારે પરિવારના તમામ સભ્‍યો અંદર સૂતા હતા. ત્‍યારે ઘરના મુખ્‍ય દરવાજા પાસે રસોડામાં અચાનક આગ લાગી. રસોડામાં સિલિન્‍ડર હોવાથી પરિવારના તમામ સભ્‍યોએ તાત્‍કાલિક આગ પર પાણી રેડી આગને કાબૂમાં લીધી હતી. આ ઘટનાથી પરિવારમાં ઘેરો શોક છવાઈ ગયો હતો. ઘર પાસે લગાવેલા સીસીટીવી ફૂટેજની સમીક્ષા કરતાં જાણવા મળ્‍યું હતું કે મળસ્‍કે સાડા ત્રણ વાગ્‍યે ફરિયાદીના ભાઈના જમાઈ મોહન જેન્‍તીલાલ સિકોતરિયા ઉર્ફે પ્રવીણ શેરીમાં ફરતો જોવા મળ્‍યો હતો. એવું લાગતું હતું કે તેણે પરિવારના તમામ સભ્‍યોને મારી નાખવાના હેતુથી જાણી જોઈને ઘરને આગ લગાવી દીધી હતી. આગ લગાવ્‍યા બાદ મોહન જેન્‍તીલાલ સિકોતરિયા ઉર્ફે પ્રવીણ ઘટનાસ્‍થળેથી ભાગી ગયો હતો.
ભોગ બનનાર શ્રીમતી સવિતાબેન કાનજી સોલંકીએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે એફ.આઈ.આર. નંબર 02/2024માં આઈપીસીની કલમ 307, 436 મુજબ ગુનો નોંધી તપાસ એ.એસ.આઈ. શ્રીસુરેન્‍દ્ર સોલંકીને સોંપી હતી.
ઘટનાને અંજામ આપ્‍યા બાદ આરોપી વ્‍યક્‍તિ ફરાર થઈ ગયો હતો, આથી દીવના એસ.પી. શ્રી પિયુષ ફુલઝેલેના માર્ગદર્શન હેઠળ અને દીવના એસ.ડી.પી.ઓ. શ્રી સંદીપ રૂપેલાની દેખરેખ હેઠળ વણાંકબારા કોસ્‍ટલ પોલીસ સ્‍ટેશનના ઈન્‍ચાર્જ પી.એસ.આઈ. શ્રી નિલેશ કાટેકરના નેતૃત્‍વમાં એક ટીમ બનાવવામાં આવી હતી અને શોધખોળ આદરી હતી. આખરે 8 ફેબ્રુઆરીએ આરોપીની ધરપકડ કરી દીવ કોર્ટમાં રજૂ કરવામાં આવ્‍યો હતો. કોર્ટે આરોપીને 3 દિવસના પોલીસ રિમાન્‍ડ મંજૂર કર્યા હતા. આ મામલે વધુ તપાસ ચાલુ છે.

Related posts

કેન્‍દ્રિય કેબિનેટ મંત્રી પુરુષોત્તમ રૂપાલા વાપીની ઔપચારિક મુલાકાતે પધાર્યા

vartmanpravah

વાપી નામધામાં 15 વર્ષિય સગીરાએ ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર

vartmanpravah

જંગલ જનજીવન આંદોલન દ્વારા આયોજીત અસ્‍મિતા રેલીમાં દાનહના બેદરકાર અને લાપરવાહ રાજકીય નેતાઓના કારણે આદિવાસી સમાજને થઈ રહેલા અન્‍યાયનો પડેલો પડઘો

vartmanpravah

સેલવાસ-નરોલી રોડ દમણગંગા નદી પરનો નવો પુલ લોકો માટે ખુલ્લો મુકાયો

vartmanpravah

ચીખલી વિનલ પટેલ હત્‍યા કેસમાં ઝડપાયેલા ત્રણેય આરોપીઓના રિમાન્‍ડ પૂર્ણ થતાં સબજેલમાં મોકલી દેવાયા

vartmanpravah

આજે સેલવાસના અટલભવન ખાતે ભાજપના ઉમેદવાર કલાબેન ડેલકરનું ભવ્‍ય સ્‍વાગત કરાશે

vartmanpravah

Leave a Comment