Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં જોખમી સ્‍ટંટ કરનાર બે રીક્ષા ચાલકો અંતે પોલીસ અડફેટે આવી જ ગયા

સતત બે દિવસ આશાધામ સ્‍કૂલ રોડ અને થર્ડ ફેઝ રોડ
ઉપર સ્‍ટંટની બે ઘટના ઘટી હતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07: સસ્‍તી લોકપ્રિયતા માટે જોખમી સ્‍ટંટ કે સેલ્‍ફી રીલ બનાવવાની હોડ આજકાલના યુવા પેઢીમાં જામેલી જોવા મળી રહી છે. વાપીમાં કંઈક તેવી જ સ્‍ટંટ કરવાની બે ઘટના ઘટી હતી. રીક્ષા ચાલકોએ મુસાફર ભરેલી રીક્ષા ઉપર જાહેર સલામતિને જોખમમાં મુકી સ્‍ટંટ સતત બે દિવસ બે સ્‍થળોએ કર્યા હતા. જેના સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતાની સાથે જ પોલીસ સ્‍ટેશનમાં આવી ગઈ હતી. આજે જોખમી સ્‍ટંટ કરનાર બે રીક્ષા ચાલકોની પોલીસે ધરપકડ કરી લીધી હતી.
વાપી આશાધામ સ્‍કૂલ રોડ ઉપર શનિવારે એક રીક્ષામાં સરેઆમ જાહેર રોડ ઉપર મુસાફરો ભેરલી રીક્ષા ઉપર એક સાઈડ લટકી એક યુવાન સ્‍ટંટ કરીને હંબક ફોકો મારી રહ્યો છે. તેવો જ બીજો બનાવ રવિવારે થર્ડ ફેઈઝ રોડ ઉપર એવો જ રીક્ષામાં સ્‍ટંટ કરતો બન્‍યો હતો. બન્ને ઘટનાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હતા. તુરંત જીઆઈડીસી પોલીસ એકશનમાં આવી ગઈ હતી. જોખમી સ્‍ટંટકરનાર બે રીક્ષા ચાલકોની વિજળી વેગે ધરપકડ કરી બરાબરનો પદાર્થપાઠ પોલીસે ભણાવી દીધો હતો. સોશિયલ મીડિયામાં પ્રસિધ્‍ધિ મેળવવા માટે આજના યુવાનો જોખમી સ્‍ટંટ, સેલ્‍ફી લેવાનો ક્રેઝ લાગ્‍યો છે. વાપી, દમણ, વલસાડમાં આવા બનાવો બની ચુક્‍યા છે. જાહેર અને સ્‍વ ની સલામતિ માટે આવા કૃત્‍ય ગેરકાયદેસરના છે.

Related posts

આર.કે. દેસાઈ કોલેજ ઓફ એજ્‍યુકેશન, વાપી દ્વારા આંતર કોલેજ વ્‍યાખ્‍યાન માળા અંતર્ગત વ્‍યાખ્‍યાન યોજાયું

vartmanpravah

દિલ્‍હીમાં યોજાયેલ સીપી દિલ્‍હી કપ ટી-ર0 ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં રનર્સ અપ બનેલી થ્રીડીની પોલીસ ટીમને પ્રશાસક પ્રફુલભાઈ પટેલે આપેલા અભિનંદન

vartmanpravah

અકસ્‍માત ઝોન બનેલા વળાંકને સીધો કરવા માટે સેલવાસ-નરોલી રોડ પર આવેલા ઘટાદાર વૃક્ષોનું કાઢવામાં આવી રહેલું નિકંદનઃ પર્યાવરણપ્રેમીઓમાં દુઃખની લાગણી

vartmanpravah

ચીખલીના ખૂંધ ગામે આદર્શ નિવાસી શાળામાં 40 જેટલી વિદ્યાર્થીનીઓ અચાનક તબિયત લથડી

vartmanpravah

vartmanpravah

શ્રાવણીયો જુગાર – નાનાપોંઢા પોલીસે અરણાઈ અને નલીમધનીથી જુગાર રમતા 12ને ઝડપ્‍યા

vartmanpravah

Leave a Comment