(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડની શાહ કે. એમ. લો કોલેજના 53 અને 54મા વાર્ષિક મહોત્સવમાં લો કોલેજના ઉતકળષ્ઠ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં સેલવાસ નિવાસી મરાઠી સમાજનું ગૌરવ એવા શ્રીમતી સવિતા તાનાજી પાટીલે વર્ષ 2019-20માં ‘લૉ ઓફ ટોર્ટ’ વિષય’માં વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ અને એજ વર્ષ શાહ કે.એમ.લૉ કોલેજ વલસાડમાં તૃતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો, જે સંદર્ભે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી, શાહ કે.એમ.લૉ કોલેજ-વલસાડ અને સરદાર ભીલાડવાળા પારડી પીપલ્સ કો-ઓપરેટીવ બેન્ક દ્વારા શ્રીમતી સવિતા તાનાજી પાટીલને સવર્ણચંદ્રક ટ્રોફી સર્ટિફિકેટ અને રોકડ રકમ આપી સન્માનિત કરવામા આવ્યા હતા.
આ કાર્યક્રમમા મુખ્ય અતિથિ તરીકે નૂતન કેળવણી મંડળના મંત્રી શ્રી કીર્તિભાઈ દેસાઈ એડવોકેટ, શ્રી રાજુભાઈ દેસાઈ કોલેજના આચાર્ય નિકિતા રાવલ, મહાસચિવ અપૂર્વ પટેલ અને પ્રોફેસર હેમલતા પરમાર વગેરે ઉપસ્થિત રહ્યાહતા.