(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.07: શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર સંચાલિત શ્રી સ્વામિનારાયણ ગુજરાત બોર્ડ ઈંગ્લિશ મીડિયમમાં નવા શૈક્ષણિક વર્ષ 2024-25માં એક નવો વિષય આર્ટિફિશીયલ ઈન્ટેલિજન્સ ઉમેરવામાં આવ્યો છે. (એઆઈ) આર્ટિફિશીયલ ઈન્ટેલિજન્સનો અર્થ થાય છે કે, બનાવટી રીતે વિકસાવવામાં આવેલી બોદ્ધિક ક્ષમતા, આર્ટિફિશિયલ ઈન્ટેલિન્સની શરૂઆત 1950ના દશકમાં થઇ હતી. આ ટેકનોલોજીની મદદથી કોમ્પ્યુટર સિસ્ટમ અથવા રોબોટિક સિસ્ટમ તૈયાર કરવામાં આવે છે, આ સિસ્ટમ માનવીના મગજની જેમ કામ કરવાનો પ્રયાસ કરશે, કહી શકાય કે માનવી કરતાં વધુ સારી રીતે કામ કેવી રીતે કરી શકશે એ વિશે શાળામાં તા. 06-07-2024 નાં શનિવારનાં રોજ એ.આઈ. ના શિક્ષિકા શ્રીમતી દિવ્યાબેન શર્મા તરફથી વાલીઓને એ.આઈ.ના વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલ વિવિધ મોડેલો તથા એ.આઈ. વિશેની માહિતી આપવામાં આવી હતી. વાલીઓએ પણ બહોળી સંખ્યામાં ઉત્સાહભેર આ વિષયને પ્રતિસાદઆપ્યો હતો. આચાર્ય શ્રીમતી રીનાબેન દેસાઈ દ્વારા વાલીઓને સંબોધન આપવામાં આવ્યું હતું. કે ભવિષ્યમાં એ.આઈ. વિદ્યાર્થી માટે માટે ખૂબ જ ઉપયોગી થઈ રહેશે અને વાલીઓના સમર્થન માટે વાલીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
