(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
નવસારી, તા.07: નવસારી ડિસ્ટ્રિક્ટ સિનીયર સીટીઝન ટ્રસ્ટ સંચાલિત ગિરિજા સાર્વજનિક પુસ્તકાલય ખાતે ‘મારે પણ કંઈ કહેવું છે’ શ્રેણીમા 16માં મણકામાં નવસારીના વક્તા હર્ષા ઘોઘારીએ ‘સારા માણસ બનીએ’ વિશે સુંદર પ્રવચન આપ્યું હતું. આ કાર્યક્રમના આરંભે વક્તાનો પરિચય ગિરીજા લાયબ્રેરીના પ્રમુખ તુષાર દેસાઈ આપ્યો હતો. સભામાં ઉપસ્થિત સર્વનો આવકાર સિનિયર સિટીઝન ટ્રસ્ટના પ્રમુખ સુરેશભાઈ દેસાઈ આપ્યો હતો.
સતત દોઢ કલાક સુધી ચાલેલા પ્રવચનમાં વક્તા હર્ષા ઘોઘારીએ શ્રીમદ્ ભગવત ગીતાના શ્લોકનો આધાર લઈને માનવ ધર્મ, વિશે કળષ્ણ-અર્જુનના સંવાદ રજૂ કર્યા હતા. દ્રશ્યશ્રાવ્ય પદ્ધતિ વડે સુંદર આલેખન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમને અંતે સભામાં ઉપસ્થિત સભ્યોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. ગીરીજા લાઈબ્રેરીના શ્રી ઉમેશ દેસાઈએ આભારવિધી કરી હતી. સંસ્થાનાહોદ્દેદારો તરફથી વક્તા હર્ષા ઘોઘારીને પ્રતિક ભેટ આપવામાં આવી હતી.
