Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીવલસાડ

સુદઢ વહીવટ, પારદર્શી વહીવટ, ઝડપી વહીવટ અને સુશાસનનો પર્યાય એટલે સ્વાગત કાર્યક્રમ સ્વાગત કાર્યક્રમમાં હકીકતમાં પ્રજાની સમસ્યાનું સ્વાગત, ત્વરિત પ્રશ્નોનો ઉકેલ આવતા સુશાસનના દર્શન થયા

  • વલસાડ જિલ્લામાં અનેક અરજદારોના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ થતા સૌ કોઈ રાજીના રેડ થયા

  • અટગામમાં વીજળીની બંધ લાઈન (ડેડલાઈન) અને ડી.પી. બોક્ષની સમસ્યા તાત્કાલિક ધોરણે હલ થતા રાજ્ય સરકારનો આભાર માનતા ખેડૂતો 

(સંકલનઃ જિજ્ઞેશ સોલંકી) વલસાડ તા. ૨૬ એપ્રિલ

લોકશાહીને ધબકતી રાખી પ્રજાના કલ્યાણ માટે છેલ્લા ૨૦ વર્ષથી નિરંતર ચાલી આવતો ગુજરાત સરકારનો સ્વાગત (સ્ટેટ વાઈડ અટેન્શન ઓન ગ્રિવાન્સીસ બાય એપ્લિકેશન ઓફ ટેકનોલોજી) ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ લોકો માટે આધારસ્તંભ બની ગયો છે. જે સમસ્યાનો ઉકેલ ત્વરિત આવતો ન હોય તેવા અનેક પ્રશ્નો સ્વાગત કાર્યક્રમમાં જિલ્લાના સર્વે અધિકારીઓની ઉપસ્થિતિમાં અરજદારની સામે જ પારદર્શક રીતે ઉકેલાય જાય છે. ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ તા. ૨૩ એપ્રિલ ૨૦૦૩માં શરૂ કરલા સ્વાગત કાર્યક્રમની લોકપ્રિયતાએ પ્રજામાં સરકારના પારદર્શક વહીવટ અને સકારાત્મક અભિગમની છબી ઉભી કરી છે. હાલ રાજ્યભરમાં ઉજવાઈ રહેલા સ્વાગત કાર્યક્રમને વલસાડ જિલ્લામાં પણ અપાર સફળતા મળી રહી છે. જેનુ ઉદાહરણ વલસાડ તાલુકાના અટગામ ગામના બે લાભાર્થી ખેડૂતોને વલસાડ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં થયેલા સુખદ અનુભવ પરથી જાણી શકાય છે.

        આવા જ એક લાભાર્થી છે વલસાડ તાલુકાના અટગામ ગામના જોટીંગ તળાવ ફળિયાના રહીશ રમણલાલ છોટુભાઈ પટેલ. તેઓ સર્હષ જણાવે છે કે, અમારા ગામમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની લિ.ના ડુંગરી વિભાગમાં ઠક્કરવાડા ગામના ખેતીવાડી એરિયામાં જોટીંગ તળાવથી બામખાડી વિસ્તારમાંથી ડેડલાઈન પસાર થાય છે. ઘણા વર્ષો પહેલા ખેતરમાંથી પસાર થતી આ વીજ લાઈન હાલમાં બિનઉપયોગી છે. ખેતરમાં કામ કરતા ખેડૂતોથી માંડીને મજૂરો માટે પણ જીવનું જોખમ પેદા કરી શકે તેવી લાઈન છે. જેથી આ ડેડલાઈનને ખેતરમાંથી દૂર કરવા માટે તા. ૧૯ એપ્રિલ ૨૦૨૩ના રોજ સ્વાગત કાર્યક્રમમાં અરજી કરી હતી. અને આજે તા. ૨૬ એપ્રિલના રોજ આ કાર્યક્રમ થાય તે પહેલા જ ગણતરીના દિવસોમાં ખેતરમાંથી ડેડલાઈનને સંપૂર્ણપણે દૂર કરવામાં આવી છે. જેથી ખેડૂતો અને મજૂરોને રાહત થઈ છે. સ્વાગત કાર્યક્રમ હકીકતમાં પ્રજાના પ્રશ્નોના નિરાકરણ માટે સેતુરૂપ બન્યો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકારના પ્રજાલક્ષી અને લોકાભિમુખ વહીવટની અરજદારોને પ્રતીતિ થઈ રહી છે. જે બદલ ખેડૂત રમણલાલ પટેલે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

        સ્વાગત કાર્યક્રમના અન્ય એક લાભાર્થી મગનભાઈ છોટુભાઈ પટેલ (રહે. અટગામ)એ જણાવ્યું કે, અટગામના જોટીંગ તળાવ પાસે બહાદૂર ફળિયા પાસે ખવાઈ ગયેલી ડીપીનું બોક્ષ અને ફ્યુઝમાં વારે ઘડીએ તણખાં ઝરતા હતા. જેથી લોકોના જીવ સામે જોખમ હતું. આ બાબતે ડીજીવીસીએલની ડુંગરી સ્થિત પેટા વિભાગીય કચેરી દ્વારા તાત્કાલિક અસરથી ગામમાં પહોંચી નવુ ડીપી બોક્ષ લગાવવામાં આવ્યું છે. જેનાથી ગામના તમામ રહીશોને રાહત થઈ છે. જે બદલ ગુજરાત સરકારનો આભાર માનીએ છે.

        અત્રે ઉલ્લખનીય છે કે, જનસુખાકારી માટે અવિરત ચાલી આવતા સ્વાગત કાર્યક્રમને ૨૦ વર્ષ પૂર્ણ થતા રાજ્યભરમાં સ્વાગત સપ્તાહની ઉજવણી થઈ રહી છે. જેમાં ફરિયાદોનું સ્વાગત કરી ત્વરિત નિરાકરણ પણ લાવવામાં આવે છે. સ્વાગત કાર્યક્રમમાં અનેક લોકોના પ્રશ્નો ઉકેલાતા તેઓએ રાજ્ય સરકારના વહીવટ સામે સંતોષ દર્શાવ્યો હતો. અરજદારો સ્વાગત કાર્યક્રમની ભારોભાર પ્રશંસા કરી ગુજરાત સરકારના સુદઢ વહીવટ અને સુશાસન બદલ આભાર માની રહ્યા છે.

Related posts

બલીઠા દાંડીવાડમાં સાર્વજનિક ગણેશ મહોત્‍સવ અને વાવ ફળીયુંમાં જય ભવાની યુવા મંડળ દ્વારા શ્રી ગણેશજીનું કરાયેલું સ્‍થાપન

vartmanpravah

વલસાડી હાફુસ કેરી માટેનું જી.આઈ. ટેગ નહી હોવાથી ખેડૂતોને વૈશ્વિક બજારમાં વેચાણની મુશ્‍કેલી પડે છે

vartmanpravah

વાપી નગરપાલિકા દ્વારા બાકી મિલકત વેરો વસુલાતનું અભિયાન તેજ કર્યું

vartmanpravah

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં લોકસભા ચૂંટણી સંદર્ભેદારૂબંધીની જાહેરાત

vartmanpravah

કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાનહ અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દિલ્‍હી ખાતે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા દીવમાં ‘‘સ્‍વંય શિક્ષક દિવસ”ની ધામધૂમથી કરવામાં આવી ઉજવણી

vartmanpravah

Leave a Comment