Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉદવાડા દરિયા કિનારેથી બીનવારસી ડ્રગ્‍સ (ચરસ)નો જથ્‍થો મળી આવ્‍યોઃ પારડી સહિત જિલ્લાની પોલીસ ઘટના સ્‍થળે પહોંચી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.12: સમગ્ર દેશમાં ગુજરાત મોડલ તરીકે પ્રખ્‍યાત થયેલ ગુજરાત ડ્રગ્‍સની બાબતમાં એટલું જ બદનામ થઈ રહ્યું છે. ગુજરાતના દરિયા કિનારેથી વારંવાર મોટા પ્રમાણમાં જથ્‍થો મળીરહ્યો હોય જેને લઈ ઉડતા પંજાબની જેમ ઉડતા ગુજરાત તરીકે ગુજરાત બદનામ થઈ રહ્યું છે. વારંવાર મોટા પ્રમાણમાં ડ્રગ્‍સનો જથ્‍થો મળી આવતા ગુજરાતની યુવા પેઢીને ડ્રગ્‍સના રવાડે ચડાવી તેને બદનામ કરવાની સાથે બરબાદ કરવાનું એક ષડયંત્ર ચાલી રહ્યું હોય એવું લાગી રહ્યું છે.
આજરોજ ઉદવાડા ગામ ખાતે આવેલ દરિયા કિનારેથી સ્‍થાનિક માછીમાર પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન તેણે દરિયાકિનારે બીનવારસી પ્‍લાસ્‍ટિકના થેલામાં ભરેલ નારકો લખેલ 10 જેટલા પેકેટનો થેલો નજરે ચડતા તેણે પારડી પોલીસને આ અંગેની જાણ કરી હતી. પારડી પોલીસ સહિત એસઓજી અને સમગ્ર જિલ્લાની પોલીસ ઘટના સ્‍થળે પહોંચી હતી. તપાસ દરમિયાન પહેલી નજરે આ મળેલ પેકેટમાં ચરસનો જથ્‍થો હોવાનું બહાર આવ્‍યું હતું. થોડા દિવસો પહેલા કચ્‍છમાં પકડાયેલા ચરસના જથ્‍થા જેવું જ પેકેટમાં ભરેલ અને પેકેટ પર નારકો લખેલ અને 1080 ગ્રામ વજન લખેલું નજરે આવતા પ્રાથમિક ધોરણે આ સરસ હોવાનું જણાય આવ્‍યું છે પરંતુ અન્‍ય નિષ્‍ણાંતો દ્વારા તપાસ દરમિયાન જ સાચી માહિતી બહાર આવશે. આ અંગેની વધુ તપાસ પોલીસે આ તમામ જથ્‍થો કબજે લઈ હાથ ધરી છે.

Related posts

ભારે વરસાદની આગાહી વચ્‍ચે દાનહમાં ચોવીસ કલાકમાં પાંચ ઇંચ વરસાદ વરસ્‍યો

vartmanpravah

શહાદાના ઈસમે સેલવાસ-નરોલી રોડ દમણગંગા નદીના બ્રિજ ઉપરથી ઝંપલાવી જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

વાપી ટાઉનમાં પરિવારને જાણ કર્યા વગર 23 વર્ષિય યુવતી ઘરેથી ગુમ થઈ

vartmanpravah

દાનહ અને દમણ-દીવમાં ભાજપના મિશન શંખનાદનો આરંભઃ દમણ ખાતે યોજાઈ કાર્યશાળા

vartmanpravah

દમણ એક્‍સાઈઝ વિભાગે દાભેલ ચેકપોસ્‍ટ પરથી ગેરકાયદે દારૂ ભરેલ ટેમ્‍પો ઝડપી પાડયો

vartmanpravah

કપરાડા-ડાંગમાં કમોસમી વરસાદ પડયો: આંબા પર તૈયાર કેરી પાક ઉપર આડ અસરની ચિંતા

vartmanpravah

Leave a Comment