October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રી સ્‍વામિનારાયણ ગુજરાત બોર્ડ ઈંગ્‍લિશ મીડિયમ સ્‍કૂલમાં વિદ્યાર્થીઓને આર્ટીફિશીયલ ઈન્‍ટેલિજન્‍સ ભણાવવામાં આવશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07: શ્રી સ્‍વામિનારાયણ શિક્ષણ સેવા કેન્‍દ્ર સંચાલિત શ્રી સ્‍વામિનારાયણ ગુજરાત બોર્ડ ઈંગ્‍લિશ મીડિયમમાં નવા શૈક્ષણિક વર્ષ 2024-25માં એક નવો વિષય આર્ટિફિશીયલ ઈન્‍ટેલિજન્‍સ ઉમેરવામાં આવ્‍યો છે. (એઆઈ) આર્ટિફિશીયલ ઈન્‍ટેલિજન્‍સનો અર્થ થાય છે કે, બનાવટી રીતે વિકસાવવામાં આવેલી બોદ્ધિક ક્ષમતા, આર્ટિફિશિયલ ઈન્‍ટેલિન્‍સની શરૂઆત 1950ના દશકમાં થઇ હતી. આ ટેકનોલોજીની મદદથી કોમ્‍પ્‍યુટર સિસ્‍ટમ અથવા રોબોટિક સિસ્‍ટમ તૈયાર કરવામાં આવે છે, આ સિસ્‍ટમ માનવીના મગજની જેમ કામ કરવાનો પ્રયાસ કરશે, કહી શકાય કે માનવી કરતાં વધુ સારી રીતે કામ કેવી રીતે કરી શકશે એ વિશે શાળામાં તા. 06-07-2024 નાં શનિવારનાં રોજ એ.આઈ. ના શિક્ષિકા શ્રીમતી દિવ્‍યાબેન શર્મા તરફથી વાલીઓને એ.આઈ.ના વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલ વિવિધ મોડેલો તથા એ.આઈ. વિશેની માહિતી આપવામાં આવી હતી. વાલીઓએ પણ બહોળી સંખ્‍યામાં ઉત્‍સાહભેર આ વિષયને પ્રતિસાદઆપ્‍યો હતો. આચાર્ય શ્રીમતી રીનાબેન દેસાઈ દ્વારા વાલીઓને સંબોધન આપવામાં આવ્‍યું હતું. કે ભવિષ્‍યમાં એ.આઈ. વિદ્યાર્થી માટે માટે ખૂબ જ ઉપયોગી થઈ રહેશે અને વાલીઓના સમર્થન માટે વાલીઓનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

વાપી સલવાવ સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં લાઈફ સેવીંગ વ્‍યાખ્‍યાન, ટ્રેનિંગ યોજાઈ

vartmanpravah

દાનહના નરોલીમાં લૂંટમાં સામેલ આરોપીની ધરપકડઃ એક મોબાઈલ અને મોપેડ જપ્ત કરાયું

vartmanpravah

વતન પ્રેમ યોજના દ્વારા ‘વતન પ્રેમીઓ’ માટે ઋણ ચૂકવવાની તક

vartmanpravah

ઉદવાડા દરિયા કિનારેથી બીનવારસી ડ્રગ્‍સ (ચરસ)નો જથ્‍થો મળી આવ્‍યોઃ પારડી સહિત જિલ્લાની પોલીસ ઘટના સ્‍થળે પહોંચી

vartmanpravah

સલવાવ ગુરુકુળનાકપિલ સ્‍વામીએ સંપ્રદાયના હિતમાં નિવેદન આપ્‍યુ

vartmanpravah

સુદઢ વહીવટ, પારદર્શી વહીવટ, ઝડપી વહીવટ અને સુશાસનનો પર્યાય એટલે સ્વાગત કાર્યક્રમ સ્વાગત કાર્યક્રમમાં હકીકતમાં પ્રજાની સમસ્યાનું સ્વાગત, ત્વરિત પ્રશ્નોનો ઉકેલ આવતા સુશાસનના દર્શન થયા

vartmanpravah

Leave a Comment