December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં નશો કરવા વપરાતી સીરપ સાથે એસ.ઓ.જી.એ એક યુવાનને ઝડપી પાડયો

આરોપી સાહીલ સુહેલ શેખની બાઈક ઉપર રાખેલા બોક્ષમાં 18
બોટલ કોડેઈન શીરપ મળી આવી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08: નશા માટે અનેક ચિજવસ્‍તુઓ નશાના બંધાણીઓ વાપરતા હોય છે અને તેવા ગંજેડીઓને નશાકારક ચિજવસ્‍તુ સપ્‍લાય કરનાર પણ મળી રહેતા હોય કંઈક તેવો કિસો વાપીમાં બન્‍યો છે. એસ.ઓ.જી. એક યુવકની બાઈક ઉપરરાખેલ બોક્ષ ચેકીંગ કરેલું તો બોક્ષમાં નશા માટે વપરાતી કોડેઈન સીરપની 18 બોટેલો મળી આવી હતી. પોલીસે આરોપીની અટક કરી વધુ તપાસ હાથ ધરી છે.
જિલ્લામાં-ગેરકાયદે માદક પદાથર્ઓનું વેચાણ અને સેવન કરતા તત્ત્વો સામા જિલ્લા પોલીસ અભિયાન ચલાવી રહી છે. એસ.ઓ.જી. પી.આઈ. એ.યુ. રોઝ, પી.એસ.આઈ. આઈ.કે. મિષાી પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન રવિવારે આશાધામ સ્‍કૂલ ગેટ આગળ બાઈક નં.જીજે 15 બીડી 9923 ઉપર જઈ રહેલ યુવાનને અટકાવી ચેકીંગ કરેલું. ત્‍યારે બોક્ષમાંથી નશાકારક કોડેઈન કફસીરપની 18 નંગ બોટલ મળી આી હતી. પોલીસે આરોપી સાહિલ સુહેલ શેખ ઉ.વ.25 રહે.એસ.એમ. પાર્ક સરવૈયા નગરની એન.ડી.પી.એસ. એક્‍ટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી.

Related posts

મોટી દમણ ફૂટબોલ ગ્રાઉન્‍ડ ખાતે નેહરુ યુવા કેન્‍દ્ર દમણ દ્વારા જિલ્લા કક્ષાની રમતોત્‍સવનું કરાયેલું આયોજન

vartmanpravah

ચીખલીના સોલધરા ગામે દીપડાએ એક બકરી અને બકરાને ફાડી ખાતા સ્‍થાનિકોમાં ભયનો માહોલ

vartmanpravah

વાપી વીઆઈએ દ્વારા શાનદાર આઝાદ દિને ધ્‍વજવંદન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપી જીઈબીના એન્‍જીનીયરને અકસ્‍માત નડયો : પારડી હાઈવે ઓવરબ્રિજ ડિવાઈડરમાં કાર ભટકાઈ

vartmanpravah

કપરાડા પોલીસ મથકે ફરજ બજાવતા ઈશ્વરભાઈ પટેલને પોલીસ સબ ઈન્‍સ્‍પેક્‍ટર તરીકે બઢતી મળી

vartmanpravah

વલસાડ જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા સંકલન વ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

Leave a Comment