વિકાસઅધિકારીના આદેશ અનુસાર તા.24મીએ કેટલાક ગામોની પ્રક્રિયા પૂર્ણ કરાઈ : મંગળવારે તા.25મીએ બાકીના ગામ આવરી લેવાશે(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.24 તાજેતરમાં સ્થાનિક ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી પૂર્ણ થઈ હતી તેમાં સરપંચોની સીધી ચૂંટણી થતી હોવાથી જે તે ગામોના સરપંચો જાહેર થઈ ચૂક્યા હતા. હવે ગ્રામ પંચાયતોના ઉપ સરપંચોની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ છે. એ માટે વાપી તાલુકાના 23 ગ્રામ પંચાયતો માટે તાલુકા વિકાસ અધિકારીએ તા.24-25 જાન્યુઆરી નિયત કરી છે તે અંગે જે તે કર્મચારીઓની નિમણૂક પણ કરાઈ છે. આજે તા.24મી સોમવારે કેટલીક ગ્રામ પંચાયતોના ઉપ સરપંચોની નિમણૂક પ્રક્રિયા પૂર્ણ કરી લેવાઈ છે. વાપી તાલુકાની ઉપ સરપંચોની નિમણૂકનો નિયત કરાયેલ કાર્યક્રમ મુજબ આજે સોમવારે સલવાવ, ચણોદ, મોટી તંબાડી, કુંતા, તરકપારડી, વટાર, લવાછા, ચીભડકચ્છ, કરાયા, કવાલ અને દેગામ જેવા ગામોમાં ઉપસરપંચ નિયુક્તિ કરી દેવાઈ છે. જ્યારે આવતીકાલે તા.25 મંગળવારે નાની તંબાડી, બલીઠા, મોરાઈ, છરવાડા, રાતા, કોચરવા, નામધા, ચંડોર, કોપરલી, કરમખલ, પંડોર, વંકાછ જેવા ગામોમાં ઉપ સરપંચ વરણીની પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવશે. મોટાભાગના ઉપ સરપંચ પેનલનો કોઈ એક ઉમેદવારની નિયુક્તિકરાશે. જેમાં વટાર ગામમાં સરપંચ દિનેશ ગોવિંદ હળપતિ અને ઉપસરપંચ તરીકે ભૂમિકા સંતોષ પટેલે વિધિવત ચાર્જ લીધો હતો.
![](https://newsreach-publisher.s3.ap-south-1.amazonaws.com/vartmanpravah.com/2022/01/vatar1.jpg)