ગુરુ ભગવંતોનું ભવ્ય સામૈયુ કરવામાં આવ્યું :
માનવ કલ્યાણ ટ્રસ્ટમાં પ્રવચન સભા યોજાઈ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.08: વાપી નગરમાં અદ્વિતિય આત્મોત્થાન ગુરુહેમ સ્મૃતિ મંગલ ચાતુર્માસનો ભવ્ય પ્રવેશોત્સવની ઉજવણી કરાઈ, ગુરુભગવંતોનું ભવ્ય સામૈયુ કરવામાં આવ્યું હતું.
પૂજ્યપાદ ગચ્છાધિમતિ આચાર્યદેવ શ્રીમદ્દ વિજય રામચન્દ્ર સુરીસ્વરજી મહારાજાના સમુદાયવર્તી વાપી નગરના કોહિનુર રત્ન પ્રથમ યયોનિધિ શાસક પ્રભાવક ગચ્છાધિપતિ પૂ.આચાર્યદેવ શ્રીમદ્દ વિજય હેમભૂષણ સુરીશ્વરજી મહારાજાની પાવન સ્મૃતિમાં ચાતુર્માસ મંગલ પ્રવેશની વાપીમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કર્ણાટક કોહીનુર પ.પૂ. આ.ભ. શ્રીમદ્દ વિજય ચન્દ્રભુષણ સુરીશ્વરજી મહારાજશ્રી, દિવ્ય ભૂષણ વિજયજી મહારાજ સાહેબ આદિ ગુરુ ભગવંત શ્રી જિનાગ્ન આરાધક જૈન સંઘમાં રવિવારે વિશાળ સાધુ અને સાધ્વીગણ સાથે પધાર્યા હતા. ઝંડાચોકથી પ્રારંભ થઈ સામૈયું શ્રી અજીતનાથ જીનાલય થઈને માનવ કલ્યાણટ્રસ્ટમાં પ્રવચન સભામાં ફેરવાયેલ શ્રી શાંતિનાથ પરમાત્માની ચલ પ્રતિષ્ઠા કરાઈ હતી. પરમાત્માને નગર પ્રવેશ કરાવવાનો લાભ શ્રી હર્ષદ કુમાર સેવંતીલાલ નાહર પરિવારે લીધો હતો.