-
આજે બપોરે 1:30 વાગ્યે ઝરી મરી માતા મંદિર ખારીવાડથી કોળી પટેલ સમાજની વાડી સુધી નિકળનારી શોભાયાત્રા
-
શ્રીમદ્ ભાગવત કથાનું રસપાન વિશ્વ પ્રસિદ્ધ કથાકાર મેહુલભાઈ જાની કરાવશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ,તા.02 : શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજ મંડળ દ્વારા સર્વ પિતૃઓના મોક્ષાર્થે મંગળવાર તારીખ 3જી જાન્યુઆરી, 2023થી શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કોળી પટેલ સમાજની વાડી ભેંસરોડ ખાતે થઈ રહ્યું છે. જેમાં વ્યાસપીઠ ઉપરથી વિશ્વ પ્રસિદ્ધ કથાકાર પ.પૂ. શ્રી મેહુલભાઈ જાની(ખેરગામવાળા) કથાનું રસપાન કરાવશે.
આવતી કાલ તા.3જી જાન્યુઆરીના રોજ કથાનો પ્રારંભ કરાશે અને આવતી કાલે બપોરે 1:30 વાગ્યે ઝરી માતા મંદિર ખારીવાડથી શોભાયાત્રા નિકળી કોળી પટેલ સમાજની વાડી ભેંસરોડ ખાતે પહોંચશે.
આવતી કાલથી યોજાનારી શ્રીમદ ભાગવત કથાને લઈને દમણ જિલ્લા કોળી પટેલ સમાજમાં આનંદ અને ઉત્સવનો માહોલ ઉભો થયો છે અને મોટી સંખ્યામાં લોકો લાભ લેશે એવીઅપેક્ષા વ્યક્ત થઈ રહી છે.