Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડ

તા.10 થી 17 ફેબ્રુઆરી દરમિયાન કૃમિનાશક સપ્‍તાહની ઉજવણી કરવામાં આવશે

વલસાડ જિલ્લામાં 6,07,167 બાળકોને આલ્‍બેન્‍ડાઝોલ ટેબલેટ અને 1.50 લાખ બાળકોને વિટામીન-એ ના ડોઝ પીવડાવામાં આવશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.08: બાળકોના માનસિક અને શારીરિક વિકાસ માટે લોહતત્‍વ (હિમોગ્‍લોબીન) ખુબજ અગત્‍યનું સુક્ષ્મ ઘટક તત્‍વ છે. વધુમાં બાળકોને જો કૃમિનો ચેપ લાગે તો શરીરમાં લોહતત્‍વની ઉણપ (પાંડુરોગ) થાય છે. જો બાળકને કળમિનાશક દવા આલ્‍બેન્‍ડાઝોલ ટેબલેટ આપવામાં આવે તો બાળકોમાં પાંડુરોગનું પ્રમાણ ઘટાડી શકાય અને બાળકની જીવન ધોરણની ગુણવત્તામાં વધારો થઇ શકે છે. દર વર્ષે વર્ષમાં બે વાર ફેબ્રુઆરી અને ઓગસ્‍ટ માસમાં કળમિનાશક દવા આલ્‍બેન્‍ડાઝોલ ટેબલેટ આપવામાં આવે છે. આ માટે દર વર્ષે નેશનલ ડી વોમીંગ કે દ્વારા 1 થી 19 વર્ષના તમામ બાળકોને સામુહિક રીતે આલ્‍બેન્‍ડાઝોલ ટેબલેટકળમિનાશક ગોળી આપવામાં આવે છે. આ વર્ષે ફેબ્રુઆરી-2022માં જિલ્લાના આરોગ્‍ય સ્‍ટાફ દ્વારા શાળા/ આંગણવાડી તથા ઘરે-ઘરે જઇ તમામ ઘરોને આવરી લઇ બાળકોને તા. 10-02-2022 થી તા.17-02-2022 સુધી નેશનલ ડી વોર્મીંગ ડે (કૃમિનાશક)ની ઉજવણી કરવામાં આવશે. વલસાડ જિલ્લામાં કુલ 6,07,167 બાળકોને લક્ષ્યાંક મુજબ આલ્‍બેન્‍ડાઝોલ ટેબલેટ (કળમિનાશક દવા)ખવડાવવામાં આવશે.
1 થી 5 વર્ષના તમામ બાળકોને તા. તા. 10-02-2022 થી થી 31-03-2022 દરમિયાન લક્ષ્યાંક મુજબ કુલ 1.50 લાખ બાળકોને વિટામીન-એ ના ડોઝ પીવડાવામાં આવશે. બાળકોમાં સંપૂર્ણ શારીરીક અને માનસિક વિકાસ સારી રીતે થાય તે માટે કળમિનાશક દવા તથા વિટામીન-એ તમામ બાળકોને આપવી ખૂબ જ જરૂરી છે.
રાષ્ટ્રીય કળમિનાશક દિવસ ઉજવણી અંતર્ગત જિલ્લાના તમામ નાગરિકોને સાથ સહકાર આપવા તથા તમામ જરૂરિયાતમંદ લોકો સુધી સંદેશ પહોચાડવા જિલ્લા વિકાસ અધિકારી તથા મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી વલસાડ દ્વારા અનુરોધ કરવામાં આવ્‍યો છે.

Related posts

વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ‘બુથ સશક્‍તિકરણ અભિયાન’ અંતર્ગત મહત્‍વની બેઠક યોજાઈ

vartmanpravah

કલેક્‍ટર રાકેશ મિન્‍હાસના નેતૃત્‍વ હેઠળ સેલવાસમાં નરોલી રોડ પર બ્‍યુટીફેક્‍શન અંગે યોજાયેલી બેઠક

vartmanpravah

વલસાડ અને વાપીમાં સરકારી પોલીટેકનિક દ્વારા ડિપ્‍લોમામાં પ્રવેશ અંગે માર્ગદર્શન કાર્યક્રમ યોજાશે

vartmanpravah

ઉમરગામથી ક્રિષ્‍નાભાઈ ગુમ થયા

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સમક્ષ દાનહમાં થયેલા જમીન કૌભાંડોની સીબીઆઈ તપાસ માંગતા કોંગ્રેસી નેતા પ્રભુભાઈ ટોકિયા

vartmanpravah

સ્‍વતંત્રતાની 75મી સાલગીરાહ (અમૃત મહોત્‍સવ) સેંટ જોસેફ કરવડ શાળામાં રંગે-ચંગે ઉજવાયો

vartmanpravah

Leave a Comment