Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દાનહ અને દમણ-દીવ ભાજપ દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકરની પુણ્‍યતિથિ નિમિત્તે મહાપરિનિર્વાણ દિવસ ઉજવાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.06
આજે 6 ડિસેમ્‍બરે ડો. બાબાસાહેબ આંબેડકરની પુણ્‍યતિથિના નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ દ્વારા પ્રદેશમાં વિવિધ સ્‍થળોએ બાબા સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
પ્રદેશ ભાજપ કાર્યાલય નાની દમણ ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશ ટંડેલની આગેવાનીમાં આયોજીત એક કાર્યક્રમમાં ડો. બાબાસાહેબ આંબેડકરને પુષ્‍પાંજલિ અને શાબ્‍દીક શ્રદ્ધાંજલિ આપતા જણાવ્‍યું હતું કે આજના દિવસને મહાપરિનિર્વાણ દિવસ છે. આજે બાબાસાહેબનો 65મો મહાપરિનિર્વાણ દિવસ છે.
ડૉ. આંબેડકર અર્થશાષાી, રાજકારણી અને સમાજ સુધારક હતા અને તેમને ‘ભારતીય બંધારણના પિતા’ ગણવામાં આવે છે. ડો.બાબાસાહેબને દલિતો, મહિલાઓ અને કામદારો સામેના સામાજિક ભેદભાવ સામેના તેમના અભિયાનો માટે હંમેશા યાદ કરવામાં આવે છે.
ડો. બાબાસાહેબે હંમેશા શિક્ષણ લેવાનો આગ્રહ રાખ્‍યો હતો, તેઓ પોતે મેટ્રિક પાસ કરનાર તેમના સમાજના પ્રથમ વ્‍યક્‍તિ હતા અને અર્થશાષામાં ડોક્‍ટરેટની પદવી મેળવનાર પ્રથમ ભારતીય હતા. પ્રખર રાષ્‍ટ્રવાદી બાબાસાહેબની દેશભક્‍તિઅને તેમના વિચારોને હું નમન કરું છું.
શ્રી દીપેશ ટંડેલે વધુમાં જણાવ્‍યું હતું કે, ડો.બાબા સાહેબ એક સ્‍વપ્નદ્રષ્ટા હતા, તેઓ સ્‍પષ્ટપણે માનતા હતા કે ભારતની લોકશાહીને મજબૂત બનાવવી હોય તો તેને એક આદર્શ, પરિપક્‍વ લોકશાહી તરીકે વૈશ્વિક સ્‍તરે રજૂ કરવી પડશે અને તેને ઉદાહરણરૂપ બનાવવું પડશે. ડો.બાબાસાહેબ આંબેડકરનું ઉમદા વ્‍યક્‍તિત્‍વ રાષ્‍ટ્ર નાયકને શણગારે છે. તેમને આજે હું હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.
આજના કાર્યક્રમમાં દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, પ્રદેશ મહામંત્રી શ્રી વાસુભાઈ પટેલ,શ્રી પ્રકાશ ટંડેલ, પ્રદેશના ઉપપ્રમુખ શ્રી નવીન રમણભાઈ પટેલ ઉપસ્‍થિત રહ્યા હતા. શ્રી બાલુભાઈ પટેલ, શ્રી જીજ્ઞેશ ડી. પટેલ, શ્રીમતી સોનલબેન પટેલ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.
જ્‍યારે સેલવાસમાં ડો.બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ સેલવાસ ભાજપ કાર્યાલય, અટલ ભવન ખાતે યોજવામાં આવ્‍યો હતો.
આ અવસરે પૂર્વ પ્રદેશ પ્રમુખ શ્રી દિગ્‍વિજયસિંહ પરમાર અને સેલવાસ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અજયભાઈ દેસાઈની ખાસ ઉપસ્‍થિતિ રહી હતી.
પ્રદેશ ભાજપ મહિલા મોરચાએ આજે કાટેલાના પાર્ટી પ્‍લોટ ખાતે ડો.બાબા સાહેબ આંબેડકરને તેમના મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ કાર્યક્રમમાં પ્રદેશભાજપ મહામંત્રી શ્રી વાસુભાઈ પટેલ અને દમણ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી સોનલબેન પટેલે ખાસ હાજરી આપી હતી.

Related posts

પ્રદૂષણમુક્‍ત જીવન માટે વલસાડ નેચર કલબ દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે સાઈકલિંગનુ આયોજન કરાયું

vartmanpravah

સેલવાસની એક સોસાયટીમાં યુવતીએ બિલ્‍ડિંગની છત પરથી કુદવાનો પ્રયાસ કરતા ચકચાર : પાછળથી પિતાએ પુત્રીને ઊંચકી લીધી અને ઘટના ટળી

vartmanpravah

વાપી જીઆઈડીસી સેકન્‍ડ ફેઝ સ્‍થિત ભંગારના ગોડાઉનમાં ભિષણ આગ લાગતા દોડધામ મચી

vartmanpravah

વાપી પાલિકા ચૂંટણીમાં વોર્ડ નં.7માં આમ આદમી પાર્ટીની જાહેર સભા યોજાઈ

vartmanpravah

દાનહના સામરવરણી પંચાયત ખાતે ગ્રામસભા યોજાઈ

vartmanpravah

દાનહના ખાનવેલ ખાતે ગૌવંશને બેહોશ કરી પિકઅપ ટેમ્‍પોમાં લઈ જતા ગૌ તસ્‍કરો સીસીટીવી કેમેરામાં ઝડપાતા પંથકમાં આક્રોશ

vartmanpravah

Leave a Comment