April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

તિથલ દરિયા કિનારે ફરવા આવેલા સહેલાણીઓ ઉપર ટેમ્‍પો ચઢાવવાની હરકત

સહેલાણીઓએ ટેમ્‍પાનો પીછો કર્યો પણ તેજ ગતિએ ભાગી ગયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08: વલસાડ તિથલ દરિયા કિનારો સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્‍દ્ર રહ્યો છે. ગતરોજ રવિવાર હોવાથી સહેલાણીઓ ઠંડી હવા અને ખુશનુમા વાતાવરણની લુપ્ત ઉઠાવવા પ્રમાણમાં વધારે ઉમટયા હતા. તે દરમિયાન સમી સાંજે અંધારામાં એક ટેમ્‍પો ચાલકે કિનારે બેઠેલા સહેલાણીઓ ઉપર ટેમ્‍પો ફેરવવાની વારંવાર કોશિશ કરી હતી. સહેલાણીઓ ભયભીત બની ગયા હતા.
વલસાડ તિથલ દરિયાકિનારે રવિવારે સાંજે સહેલાણીઓ કિનારા ઉપર બેઠા હતા તે દરમિયાન સાંજે 8 વાગ્‍યાના સુમારે એક માથા ભરેલ ટેમ્‍પો ચાલકે બેઠેલા મુસાફરો ઉપર ટેમ્‍પો ફેરવી વાળવાની નિર્લજ્જ કોશિષ કરી હતી. સહેલાણીઓ ગભરાઈને દોડાદોડી કરી મુકી હતી. સ્‍માર્ટ સહેલાણીએ વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં ઘટનાને વાયરલ કરી હતી. કેટલાક સહેલાણીઓ ટેમ્‍પોને પકડવાની કોશિષ કરેલી, પાછળ દોડેલા પણ બેફામ રીતે ટેમ્‍પો ચલાવી ટેમ્‍પો ચાલક ભાગી છુટયો હતો. દરિયા કિનારે જાહેર સલામતિને ખલેલ પહોંચાડનાર ટેમ્‍પો ચાલકને પોલીસે પાઠ ભણાવવો રહ્યો તેવી સહેલાણીઓમાં માંગ ઉઠી હતી.

Related posts

જિલ્લામાં કોમી એકતા અને એખલાસભર્યુ વાતાવરણ જાળવી રાખવા જિલ્લા એકતા સમિતિની રચના કરાઈ

vartmanpravah

કેબિનેટે મલ્‍ટી સ્‍ટેટ કોઓપરેટિવ સોસાયટીઝ (MSCS) એક્‍ટ, 2002 હેઠળ રાષ્‍ટ્રીય સ્‍તરની મલ્‍ટી-સ્‍ટેટ કોઓપરેટિવ એક્‍સપોર્ટ સોસાયટીની સ્‍થાપનાને મંજૂરી આપી

vartmanpravah

દાનહ ટોકરખાડા હાઈસ્‍કૂલ ખાતે ઊર્જા સંરક્ષણ દિવસ નિમિતે કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડમાં પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં જિલ્લાની ૫ નગરપાલિકાઓ અને સુરત મહાનગરપાલિકાની ટીમો દ્વારા સફાઇ કામગીરી શરૂ

vartmanpravah

દાદરા મેઈન રોડ ઉપર રાત્રે પુરપાટ ઝડપે આવતી કારે રોડની બાજુમાં બેસેલ ગાયોને ટક્કર મારી : એક ગાયનું મોત

vartmanpravah

રાજ્‍યના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ છરવાડા અંડરપાસની ટ્રાફિક નિયમન વ્‍યવસ્‍થાનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

Leave a Comment